Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રેસરથી ઉડેલા ઢાંકણાએ ડ્રાઈવરની જિંદગી હણી લીધીઃ
જામનગર તા. ૩૦: ખંભાળિયા નજીક આવેલી નયારા એનર્જી કંપનીમાં ગઈ તા.૧૦ની સવારે ટ્રેક્ટરના એક ચાલકને પ્રેસરથી ઉડેલું ઢાંકણું વાગી જતાં તેઓ પછડાયા હતા. આ અકસ્માતમાં ઈજા પામેલા તે વ્યક્તિનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.
ખંભાળિયા નજીક આવેલી નયારા એનર્જી કંપનીમાં પેટા કોન્ટ્રાક્ટમાં કામ કરતી એક પેઢીમાં ડ્રાઈવરની ફરજ બજાવતા મૂળ રાજકોટના જામ કંડોરણા તાલુકાના આચવડ ગામના વતની સુખદેવસિંહ અનોપસિંહ ગોહિલ (ઉ.વ.૩ર) ગઈ તા.૧૦ના દિને ફરજ પર હાજર હતા.
આ કર્મચારી સવારે સાડા ચારેક વાગ્યે યુટીલીટી એરીયા બેઝ-રમાં ત્યારે તેઓએ ટ્રેક્ટરમાં આવેલા ગલી સકરના ઢાંકણાનો વાલ્વ ખોલ્યો હતો. આ વેળાએ ઢાંકણા પર પ્રેસર આવતા અને ઢાંકણું ખૂલીને સહદેવસિંહને વાગતા તેઓ જમીન પર પછડાયા હતા. આ અકસ્માતમાં માથા તથા છાતીમાં ઈજા થતાં સુખદેવસિંહને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યાનું વિજયસિંહ અનોપસિંહ ગોહિલે ખંભાળિયા પોલીસમાં જાહેર કર્યું છે. પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial