Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પક્ષોના પ્રતિનિધિઓના ઓબ્ઝર્વરોની હાજરીમાં
જામનગર તા. ૩૦: આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ સંદર્ભે ૧ર જામનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતવિભાગ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે વિધાનસભા મતવિભાગ માટે ઈવીએમ વીવીપેટ મશીનોનું સેકન્ડ રેન્ડમાઈઝેશન પારદર્શક રીતે હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ રેન્ડમાઈઝેશનના અંતે કોમ્પ્યુટરાઈઝડ જનરેટ થયેલા ઈવીએમ-વીવીપેટની વિધાનસભા મત વિભાગવાર યાદીઓ મુજબ ૧ર જામનગર લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ દેવભૂમિ દ્વારકાના ૮૧ ખંભાળીયા અને ૮ર દ્વારકા વિધાનસભા મતવિભાગોને ઈવીએમ-વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી.
ઈવીએમ-વીવીપેટના સેકન્ડ રેન્ડમાઈઝેશન બાદ રેન્ડમાઈઝ્ડ ઈવીએમની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પૂરી પાડવામાં આવી હતી. ઉપરાંત વિગતવાર પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું.
આ તકે જનરલ ઓબઝર્વર હસમત અલી યાતો, પોલીસ ઓબઝર્વર ઉત્પલ કુમાર નાસ્કર, રિટર્નિંગ ઓફિસર અને જિલ્લા ચૂંટણી અધિકારી જામનગર બી.કે. પંડ્યા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી જી.ટી.પંડ્યા અને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના ઉમેદવારો તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial