Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના બાળદર્દીઓને મળશે ઉત્તમ સારવારઃ
જામનગર તા. ૩૦: સૌરાષ્ટ્રની સુ-વિખ્યાત જામનગરની જી.જી. હોસ્પિટલના નવજાત શિશુ વિભાગ માટે સુપર સ્પેશિયાલિટી ફેલોશીપ મંજુર થતા એમ.પી. શાહ મેડિકલ કોલેજનું ગૌરવ વધ્યું છે.
જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં નવજાત શિશુ વિભાગને નેશનલ નીઓનાટોલોજી ફોરમ ઈન્ડિયા દ્વારા સુપર સ્પેશ્યાલિટી-ફેલોશીપ કરવાની મંજુરી પ્રાપ્ત થઈ છે. જે જામનગરના તબીબ જગત માટે ગૌરવપૂર્ણ બાબત છે. આથી જામનગરના બાળ દર્દીઓને વધુ ઉત્તમ સારવાર મળી શકશે. જેના અંતર્ગત ખાસ બે ડોક્ટર માટે અને ૪ નર્સ માટે ફેલોશીપ ખૂલી છે.
સમગ્ર ગુજરાતની મેડિકલ કોલેજમાં આવી ફેલોશીપ હાલ માત્ર જામનગરના ફાળે મળી છે. એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ.ની રપ૦ અને એમ.ડી.(પેડ) માટે ૧૧ સીટ માટેના કોર્સ ચાલુ જ છે.
આ સુપરસ્પેશ્યાલિટી ફેલોશીપથી સંસ્થા વધુ સારી નવજાત શિશુ સંભાળ અને એ વિષય સંદર્ભે ઉત્કૃષ્ટ રિસર્ચ કરી શકશે. જેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે આવતા બાળ દર્દીઓને વધુ ઉત્તમ સારવાર મળી રહેશે. નવજાત શિશુ વિભાગના હેડ અને સિનિયર ડો. મૌલિક શાહના જણાવ્યા મુજબ એનએનએફઆઈ એ ભારતમાં નવજાત બાળકો માટેના નિષ્ણાતોની સંસ્થા છે. જેઓ દ્વારા ફેલોશીપ મંજુર કરવામાં આવે છે.
આ સંસ્થાના સભ્યોની ટીમ ગત્ તા. ૧૦ માર્ચના જામનગરની હોસ્પિટલ અને મેડિકલ કોલેજની મુલાકાતે આવી હતી અને હોસ્પિટલનું રેકોર્ડ, બિલ્ડીંગ, જરૂરી સ્ટાફ વગેરેનું નિરીક્ષણ કર્યું હતું અને તમામ જરૂરી સુવિધા ઉપલબ્ધ હોવાનો અહેવાલ પછી જામનગરને ફેલોશીપ મળી છે. બે ડોક્ટર અને ચાર નર્સો માટે ફેલોશીપ અન્વયે ભારતભરમાંથી અરજી થઈ શકે છે. એમ.બી.બી.એસ. પછી એમ.ડી. અને સુપર સ્પે. અને તેમાં પણ સુપર સ્પે. (પીડયાટ્રિક) ની સ્પે. સેવાનો ભવિષ્યમાં જામનગરમાં લાભ મળતો થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial