Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના ખીજદળ પાસે પ્રચાર રથ પર કરાયો હલ્લોઃ એલઈડી તોડી નખાયું

ક્ષત્રિયોના ગામમાં ભાજપનો રથ બન્યો રોષનું નિશાનઃ

જામનગર તા. ૩૦: કલ્યાણપુરના ખીજદળ પાસેથી શનિવારે ભાજપનો પ્રચાર રથ પસાર થતો હતો ત્યારે તેના પર કેટલાક વ્યક્તિઓએ રોષ ઉતારી એલઈડી સહિતના ઈલેકટ્રોનિક સામાનમાં તોડફોડ કરી નાખી હતી. આ બાબતની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

દેવભુમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ખીજદળ ગામ પાસે શનિવારે સાંજે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર રથ પસાર થતો હતો ત્યારે કેટલાક વ્યક્તિઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેઓએ આ વાહનને રોકાવી લીધુ હતું.

ત્યારપછી અજાણ્યા શખ્સોએ તે વાહનમાં મુકવામાં આવેલી એલઈડી સિસ્ટમ તથા અન્ય ઈલેકટ્રીક સામાનમાં ભાંગફોડ કરી નાખી હતી. તે બાબતની કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે. કલ્યાણપુરના પીએસઆઈ યુ.બી. અખેડ તથા સ્ટાફે તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ક્ષત્રિય સમાજમાં હાલમાં રોષની ઉગ્ર લાગણી પ્રવર્તી રહી છે ત્યારે દ્વારકાથી રવાના થયેલો આ રથ ખીજદળ ગામેથી નીકળતા તેને ટોળાના રોષનું નિશાન બનવું પડ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh