Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેલવે ક્રોસિંગ પર અંડરબ્રીજના કામ માટે
જામનગર તા. ૩૦: જામનગરમાં વિભાપર ગામથી રાજકોટ રોડ તરફનો ફાટકવાળો માર્ગ આગામી જુલાઈ માસ સુધી બંધ રહેશે.
જામનગર સ્થિત વિભાપર ગામ નગરસીમ વિસ્તાર, વૃંદાવન ધામ-ર, વૃંદાવન સ્કૂલની પાછળની તરફના રોડ પર આવેલા રેલવે ક્રોસિંગ નંબર ૧૯૦ પર રેલવે અંડરબ્રીજના બાંધકામની કામગીરી રેલવે વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. જેથી આ રસ્તા પર ચાર માસથી વધુ સમયગાળા માટે વાહન વ્યવહાર રોકવા માટે રાહદારી રસ્તો બંધ કરવાની દરખાસ્ત જરૂરી જણાય છે. આગામી સમયમાં ચોમાસાની ઋતુમાં કામગીરીમાં અવરોધ ના આવે, સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ થાય અને નાગરિકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો ના પડે તેથી આ જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર આગામી તારીખ ૩૦-૭-ર૦ર૪ સુધી વિભાપર ગામથી ફાટકવાળા રોડથી ક્રિષ્ના ટાઉનશીપથી ક્રિષ્ના માર્બલ રાજકોટ રોડ તરફનો આવતો તથા જતો ફાટકવાળો રસ્તો બંધ રહેશે. તેના વૈકલ્પિક રસ્તા તરીકે રાજકોટ રોડ પરથી વિભાપર અવરજવર કરવા માટે ગુલાબનગર પહેલા ઢાળિયાથી વિભાપર ગામ તરફ જતો-આવતો રસ્તો કાર્યરત કરવામાં આવ્યો છે.
ઉક્ત જાહેરનામું તાત્કાલિક અસરથી અમલમાં લાવવું જરૂરી હોય, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ ની કલમ-૩૩ (૬) ના પરંતુ ક ની જોગવાઈ મુજબ તાત્કાલિક અસરથી અમલમાં લાવવામાં આવે છે. અત્રે જણાવેલા પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારી કે ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial