Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં સોસાયટીના એક સભાસદને ૧૨ મહિનાની કેદની સજા

રૂ.૨,૭૩,૬૪૪ દંડ પેટે ભરવા હુકમઃ

જામનગર તા. ૩૦: જામનગરની એક સોસાયટીએ લોન મેળવનાર સભાસદ સામે ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને ૧૨ મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ભરવા હુકમ કર્યાે છે.

જામનગરની વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપ. સોસાયટીના સભાસદ રાજેન્દ્ર બાલકૃષ્ણ ભોગાયતાએ સોસાયટીમાંથી લોન મેળવી તેને ભરપાઈ કરવા ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાં ડિપોઝિટ કરાતા રિટર્ન થયો હતો. સોસાયટીએ નોટીસ આપી હતી. તેમ છતાં લેણું ભરવામાં ન આવતા અદાલતમાં નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટ ૧૩૮ હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી.  તે કેસ ચાલવા પર આવતા ફરિયાદ પક્ષે રજૂ કરેલા પુરાવા અને દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી આરોપીને ૧૨ મહિનાની કેદની સજા અને રૂ.૨,૭૩,૬૪૪નો દંડ ફટકાર્યાે છે. સજાના હુકમ સામે આરોપી કોર્ટમાં હાજર ન હોવાથી તેની સામે વોરંટ કાઢવામાં આવ્યું છે. ફરિયાદી તરફથી વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh