Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયાની માછીમારી બોટ ભાડે મેળવ્યાની કબૂલાતઃ
જામનગર તા. ૩૦: અરબી સમુદ્રમાંથી દ્વારકા તરફ આવતી એક બોટમાં હશીસ લાવવામાં આવી રહ્યું હોવાની બાતમી એટીએસને મળતા એટીએસ તેમજ એનસીબી અને કોસ્ટગાર્ડે વોચ રાખી ૧૭૩ કિલો હશીસ લાવી રહેલા પાંચ શખ્સને દબોચી લીધા છે. આ શખ્સોએ પાકિસ્તાનના ડ્રગ્સમાફિયા પાસેથી મધદરિયે ડ્રગ્સની ડિલિવરી મેળવવા સલાયાની એક માછીમારી બોટ ભાડે મેળવ્યાનું ખૂલ્યું છે.
રાજ્યની એટીએસની ટૂકડીએ એનસીબી અને કોસ્ટગાર્ડની મદદ મેળવી તા.૨૭ની રાત્રે ગોઠવેલી વોચમાં દ્વારકાના દરિયા તરફ અરબી સમુદ્રમાંથી જઈ રહેલી બોટને આંતરી લઈ તેની તલાશી લેતાં આ બોટમાંથી ૧૭૩ કિલો હશીસ નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે રૂ.૬૧ કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે મહારાષ્ટ્રના અહમદનગરના મંગેશ આરોટે ઉર્ફે સાહુ, હરીદાસ કુલ્લાની અટકાયત કરાઈ હતી.
આ શખ્સોની સાથે સંકળાયેલા મહારાષ્ટ્રના ભીડના કૈલાસ વેજીનાથ સનપ, ઉલ્લાસનગરના દત્તાસખારામ અડાલે તથા માંડવીના અલીઅસગર આરીફ નામના શખ્સોને દબોચી લેવાયા હતા. કૈલાસ તથા દત્તા અડાલેને દેવભૂમિ દ્વારકાથી પકડવામાં આવ્યા હતા. તે પછી રાજ્યના મુખ્ય પોલીસવડા વિકાસ સહાયે જણાવ્યું છે કે, કૈલાશ, દત્તા તથા મંગેશ પાકિસ્તાની ડ્રગ્સ માફિયાના સંપર્કમાં હતા.
આ શખ્સોએ હશીસની ડિલિવરી પાકિસ્તાનથી મેળવવા માટે દ્વારકા અને માંડવીથી પ્રયાણ કર્યું હતું. તેઓએ ખંભાળિયા નજીકના સલાયામાંથી ગઈ તા.૨૨ના દિને માછીમારી કરવાના નામે બોટ ભાડે મેળવી હતી. તે બોટમાં મંગેશ અને હરીદાસ અન્ય માછીમારો સાથે પાકિસ્તાનની જળસીમામાં ઘૂસ્યા હતા. આ વેળાએ સાથી માછીમારે પાકિસ્તાનની જળસીમામાં જવાની ના પાડતા તેને મારી નાખવાની ધમકી આપી ચૂપ રહેવા ફરજ પાડી હતી. તે પછી અગાઉથી નક્કી થયા મુજબ અને મંગેશે સેટેલાઈટ ફોનથી કરેલા સંપર્ક પછી પાકિસ્તાનના પસનીથી ૧૧૦ નોટીકલ માઈલ દૂર સ્પીડ બોટ આવી મળી હતી અને તેમાંથી હશીસ અને ડીઝલ તેમજ અનાજનો જથ્થો આપવામાં આવ્યો હતો.
ભાડે કરેલી બોટ હશીસ મેળવ્યા પછી પરત વાળવામાં આવી હતી. તે બોટને દ્વારકા નજીક લાવ્યા પછી નાની બોટથી અંતરીયાળ વિસ્તારમાં લઈ જવાની કૈલાસની યોજના હતી. જો કે, તે પહેલા ગુજરાત એટીએસને તેની બાતમી મળી જતાં હશીસ ઝડપાઈ ગયું છે. પાંચેય શખ્સોની ઘનિષ્ઠ પૂછપરછ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial