Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર મહિલાની અરજી મંજૂરઃ
જામનગર તા. ૩૦: કાલાવડમાં એક મહિલાએ થોડા દિવસ પહેલાં પાડોશીઓના ત્રાસથી કંટાળી ઝેરી પ્રવાહી પી આત્મહત્યા કરી લીધી હતી. દસ પાડોશી સામે ગુન્હો નોંધાયો હતો. તેમાંથી ચાર મહિલાએ આગોતરા જામીન મેળવવા કરેલી અરજી મંજૂર થઈ છે.
કાલાવડમાં રહેતા એક મહિલાએ પાડોશીઓના ત્રાસથી કંટાળી જઈ કોઈ પ્રવાહી પી લીધુ હતું. તેઓનું મૃત્યુ નિપજતા પોલીસે દસ વ્યક્તિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધ્યો હતો.
આરોપી પૈકીના હંસાબેન અમુભાઈ સોલંકી, જયાબેન ગોવિંદભાઈ, સોનલ વિનોદભાઈ, આરતીબેન કિશોરભાઈ સોલંકીએ આગોતરા જામીન મેળવવા જામનગરની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. તે અરજી અદાલતે મંજૂર રાખી છે. આરોપી તરફથી વકીલ કિરણભાઈ બગડા, જયન ગણાત્રા તથા પાર્થ કે. બગડા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial