Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનનું રિસર્ચઃ
નવી દિલ્હી તા. ૩૦ : ભારતમાં ઘોર તબીબી લાપરવાહીની એક વર્ષમાં દોઢ લાખથી વધુ ફરિયાદો આવે છે. નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસનના તાજા રિસર્ચ મુજબ મેડિકલ લિટિગેશનના કેસોમાં એક વર્ષમાં ૪૦૦ ટકાનો વધારો નોંધાયો છે.
સમગ્ર ભારતમાં હોસ્પિટલો, ક્લિનિકસ અને અન્ય સંભાળ કેન્દ્રોમાં દરરોજ દર્દીઓ પ્રત્યે તબીબી બેદરકારી આચરવામાં આવી રહી છે. નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનના નવીનતમ સંશોધન મુજબ, ભારતમાં એક વર્ષમાં તબીબી બેદરકારીના પર લાખ કેસ નોંધાયા છે. એટલું જ નહીં, એક વર્ષમાં મેડિકલ લિટિગેશનના કેસોમાં ૪૦૦ ટકાનો આશ્ચર્યજનક વધારો જોવા મળ્યો છે.
ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ એથિક્સનો અભ્યાસ દર્શાવે છે કે માત્ર ૪૬ ટકા હોસ્પિટલો અથવા કેર સેન્ટરો નૈતિક દિશાનિર્દેશોનું પાલન કરે છે. અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તબીબી બેદરકારીના કારણે ૮૦ ટકા મૃત્યુ સર્જિકલ ભૂલોને કારણે થાય છે, જ્યારે ઈમરજન્સી સેવાઓના ૭૦ ટકા મૃત્યુ ગેરવહીવટને કારણે થાય છે.
નોંધનીય છે કે તબીબી બેદરકારીએ કોઈપણ તબીબી વ્યાવસાયિકની બેદરકારી સૂચવે છે - પછી તે ડોકટર, નર્સ, ડેન્ટિસ્ટ, ટેકનિશિયન અથવા હોસ્પિટલનો કોઈ કર્મચારી હોય. તે ત્યારે થાય છે જ્યારે આરોગ્યસંભાળ વ્યવસાયી સમાન પ્રશિક્ષિત તબીબી વ્યાવસાયિકોની તુલનામાં સ્વીકૃત ધોરણોથી વિચલિત થાય છે.પરિણામે દર્દીને નુકસાન થાય છે.
નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનના ડેટા અનુસાર, મેડિકલ બેદરકારીની સૌથી વધુ ફરિયાદો પંજાબમાં ર૪ ટકા, પશ્ચિમ બંગાળમાં ૧૭ ટકા, મહારાષ્ટ્રમાં ૧૬ ટકા અને તમિલનાડુમાં ૧૧ ટકા નોંધાઈ છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સર્જિકલ પ્રક્રિયાઓમાં અસમર્થતા અથવા અજ્ઞાનતા દર્દીના મૃત્યુ તરફ દોરી જતી નથી. વાસ્તવમાં, ઘણી વખત આરોગ્ય સંભાળ ટીમોમાં સંચાર અંતર અથવા સંકલન અંતરને કારણે મૃત્યુ થાય છે.
અભ્યાસ દરમિયાન એ વાત પણ સામે આવી છે કે મોટા ભાગના લોકો ફરિયાદ કરતી વખતે તબીબી અને કાયદાકીય પરિભાષા સમજવામાં સંઘર્ષ કરે છે. આ કારણે પીડિતોને તબીબી વ્યાવસાયિકો સાથે વાત કરવામાં અને તેમના અધિકારોને સમજવામાં મુશ્કેલ પડે છે. ઉપરાંત મોટાભાગે પીડિતોને ફરિયાદ કરવામાં સૌથી મોટી સમસ્યા સારવાર માટે જરૂરી દસ્તાવેજો અને પુરાવા એકત્ર કરવામાં આવે છે, જે સામાન્ય રીતે માત્ર હોસ્પિટલ અને ડોકટર પાસે જ ઉપલબ્ધ હોય છે. ઉલ્લેખનીય છે કે મેડિકલ બેદરકારીની ફરિયાદ રાજ્ય મેડિકલ કાઉન્સિલને બે વર્ષમાં ઓનલાઈન કે ઓફલાઈન માધ્યમથી કરી શકાય છે.
ઈન્ટેન્સિવ કેર એકસપર્ટના જણાવ્યા મુજબ ભારતમાં તબીબી બેદરકારીના સૌથી વધુ કેસ નોંધાયા છે. ભારત પછી અમેરિકામાં સૌથી વધુ કેસ નોંધાયા છે. કમનસીબે, ભારતમાં આ આંકડાઓ ટ્રેક કરવામાં આવતા નથી. પરંતુ ભારતમાં વધુ ફરિયાદો થવાનું એક કારણ એ છે કે તેની કોઈ કિંમત નથી. ભારતમાં ફરિયાદો વધવાનું એક કારણ ડોકટરો વચ્ચે વધતી સ્પર્ધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial