Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં મતદારોને માહિતગાર કરવાની ઝુંબેશ હેઠળ ડેમોસ્ટ્રેશન શરૃ

ચૂંટણીતંત્ર ઈવીએમ-વીવીપેટ સહિતની આપે છે માહિતીઃ

ખંભાળિયા તા. ૯ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને ઈવીએમની માહિતી આપવા ડેમોસ્ટ્રેશનનો પ્રારંભ થયો છે.

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ ને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. ત્યારે પાંચમી જાન્યુઆરી ર૦ર૪ ના મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ થવાની છે. બીજી તરફ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમનું ડેમોન્ટ્રેશન શરૃ કરાયું છે. જિલ્લામાં મતદાર યાદીની સઘન સુધારણા ઝુંબેશ પછી હવે આખરી યાદી તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે.

બીજી તરફ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાના કેમ્પેઈન પણ શરૃ કરવામાં આવી રહ્યા છે. ઈવીએમ અને વીવીપેટ દ્વારા વોટ કેવી રીતે આપવાથી લઈને ઈવીએમ કેવા પ્રકારે સુરક્ષિત છે તેની તમામ જાણકારી મતદારોને આપવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમના નિદર્શનના જાહેર કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. પ્રથમવાર મતદાર બનેલા યુવાનોને પણ ઈવીએમ અને વીવીપેટના ફંક્શન દર્શાવવામાં આવશે. આ ઉપરાંત મતદાન વધે અને જે વિસ્તારમાં મતદાન ઓછું થાય છે ત્યાં પણ મોટા પ્રમાણમાં મતદાન થાય તે માટે મતદાર જાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવશે.

જિલ્લા કક્ષાએથી ૮૧-ખંભાળિયા વિધાનસભા મતવિભાગમાં કુલ બીયુ ૧૬, સીયુ ૧૬ અને વીવીપેટ ૧૬ તેમજ ૮ર દ્વારકા વિધાનસભા મતવિભાગને બીયુ ૧૬, સીયુ ૧૬ અને વીવીપેટ ૧૬ મતદાર યાદી જાગૃતિના કાર્યક્રમો તથા તાલીમ માટે ફાળવવામાં આવેલ છે. આ મશીનો દ્વારા ગામેગામ ઈવીએમ નિદર્શન વાન મારફત જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે તેમજ તાલુકા કક્ષાએ તમામ મામલતદાર કચેરીમાં ઈવીએમ નિદર્શન કેન્દ્રો મારફત મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દેવભૂમિ દ્વારકા દ્વારા મતદારો માટે ઈવીએમનું ડેમોસ્ટ્રેશન કાર્યક્રમનો દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોને વધારેમાં વધારે લાભ લેવા અપીલ કરવામાં આવેલ છે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh