Advertisement
Author: નોબત સમાચાર

સાત રસ્તા તથા સાધના કોલોની પાસે એકીબેકી બોલતા પાંચ પકડાયા

રૃા.૩૮૯૦ રોકડા કબજે કરાયાઃ

જામનગર તા. ૯ઃ જામનગરના સાતરસ્તા તથા સાધના કોલોની વિસ્તારમાં ગઈકાલે ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી પૈસાની હારજીત કરતા પાંચ શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા.

જામનગરના સાતરસ્તા નજીક આવેલા પ્રદર્શન મેદાન પાસે ગઈકાલે બપોરે જાહેરમાં ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા સાજીદ અહેમદ બ્લોચ, ભાવેશ ગોરધનભાઈ નંદા, કિરીટસિંહ હાજાજી જાડેજા નામના ત્રણ શખ્સને પોલીસે પકડી પાડી રૃા.૧૨૫૦ કબજે કર્યા છે.

જામનગરના રણજીત સાગર રોડ પર સાધના કોલોનીના પહેલાં ઢાળીયા પાસે રિક્ષા સ્ટેન્ડ નજીક ગઈકાલે સવારે ચલણી નોટના નંબર પર જુગાર રમતા પ્રવીણભાઈ ગોરધનભાઈ કનખરા, ભરત ઉર્ફે ભીખાભાઈ વજસીભાઈ ડાંગર નામના બે શખ્સને રૃા.૨૬૪૦ રોકડા સાથે પોલીસે પકડી પાડ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh