Advertisement
Author: નોબત સમાચાર

માણેકનગરમાં એક સોસાયટી દ્વારા કોમન પ્લોટમાં ઉભુ કરાયું ગેરકાયદે દબાણ

કહેવા જનાર વ્યક્તિઓને મળી રહી છે ધમકીઃ

જામનગર તા. ૯ઃ જામનગરના હા૫ા રોડ પર આવેલી લાલવાડી નજીકના માણેકનગરના રહેવાસીઓની સુરક્ષા, સલામતી અને રક્ષણ માટે સ્થાનિક રહીશો દ્વારા જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

નજીકની સોસાયટીના લોકો દ્વારા સતત ધાક-ધમકી અપાય છે અને ગેરકાયદે દીવાલનું ચણતર કરીને અવરજવરનો માર્ગ બંધ કરી દેવાયો છે.

લાલવાડી વિસ્તારમાં માણેક નગરના રહેવાસીઓ દ્વારા જિલ્લા પોલીસવડાને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવાયા મુજબ ઉમિયાનગર સોસાયટીના રહીશોએ કોમન પ્લોટમાં દબાણ કર્યું છે અને દરવાજો ઉભો કરીને અમારી સોસાયટીના લોકોને અવરજવર માટેના માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે.

આ અગાઉ કલેકટર, કમિશનર, રાજ્ય સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. આ સમયે એસ્ટેટ શાખાએ એક દીવાલ તોડી પાડવાની કામગીરી કરી હતી પરંતુ હજુ દિવાલો યથાવત રાખવામાં આવી છે.

જો આ બાબતે રજુઆત કરવા જઈએ તો ઉમિયાનગરના રહેવાસીઓ ધાક-ધમકી આપે છે. કયારેક છેડતી કરે છે પથ્થર મારો કરવાની ચિમકીઓ આપે છે. કોમન પ્લોટમાં કોઈ પણ સોસાયટી કબ્જો જમાવી શકે નહીં. કોમન પ્લોટમાં વોકિંગ માટે જવા દેવામાં આવતા નથી. આથી આવા તત્ત્વો સામે કડક નિયમ મુજબ કાર્યવાહી કરવાની જરૃર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh