Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજસ્થાનમાંથી સાયબર ક્રાઈમ સેલે દબોચી લીધોઃ
જામનગર તા. ૯ઃ દેવભૂમિ દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર રૂમ બુકીંગના નામે ફ્રોડ આચરતી ટોળકીના વધુ એક સદસ્યને દ્વારકા સાયબર ક્રાઈમ સેલની ટૂકડીએ રાજસ્થાન રાજ્યમાંથી દબોચી લીધો છે.
દ્વારકામાં આવેલી કેટલીક હોટલ તથા ઉતારાઓની જગ્યા માટે ફેક વેબસાઈટ બનાવી બુકીંગ ફ્રોડના બનાવો વધતા જતા હોય દેવભૂમિ દ્વારકા સાયબર ક્રાઈમ સેલ દ્વારા આ ટોળકીને પકડી પાડવા માટે તપાસ શરૂ કરાઈ હતી.
તે દરમિયાન સાયબર ક્રાઈમના પીઆઈ એ.વાય. બ્લોચના વડપણ હેઠળની ટૂકડીએ વડોદરાથી બોગસ સીમકાર્ડ ઈસ્યુ કરતા શખ્સોને પકડી પાડ્યા પછી તપાસનો દૌર રાજસ્થાન સુધી પહોંચ્યો હતો જેમાં કેટલાક શખ્સોની ધરપકડ કરાયા પછી ગઈકાલે રાજસ્થાન રાજ્યના ડીંગ જિલ્લાના કામા તાલુકાના ઘોઘર ગામના સંજી હનીફ મેવ નામના શખ્સને પણ પકડી પાડવામાં આવ્યો છે.
આ શખ્સ વડોદરાના હસન શેખ પાસેથી પ્રિ-એક્ટિવ બોગસ સીમકાર્ડ મેળવી ઘોઘર ગામ તથા આજુબાજુના વિસ્તારોમાં સાયબર ફ્રોડ આચરતા શખ્સોને તેનું વેચાણ કરતો હોવાની વિગત ખૂલી હતી. આ શખ્સને દ્વારકા ખસેડી તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial