Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના હિરેન ટ્રેડર્સમાંથી પપ૦ લીટર શંકાસ્પદ ઘી નો જથ્થો જપ્ત

ભેળસેળની આશંકાથી

જામનગર તા. ૯ઃ જામનગરમાં ઘી નો વ્યાપાર કરતી પેઢીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, અને ભેળસેળની આશંકાના કારણે અઢી લાખની કિંમતનો પપ૦ લીટર ઘી નો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી નમૂનાને નમૂનાને પૃથ્થકરણ માટે વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ.જી. કોશિયાએ જણાવ્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જામનગર કચેરી દ્વારા ઘી માં ભેળસેળ કરતી પેઢીમાં દરોડો પાડી રૃા. ર.પ લાખની કિંમતનો આશરે ૬૦૦ લીટર જેટલો શંકાસ્પદ ઘી નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

વધુ વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, જામનગરમાં હિરેન ટ્રેડર્સ પેઢીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ કરી શંકાસ્પદ ઘી ના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ પેઢી ઘી બનાવવા માટેનો ફૂડ પરવાનો ધરાવતા હતાં, પરંતુ ત્યાં વગર પરવાને ગેરકાયદેસર ઈન્ટર એસ્ટરીફાઈડ વેજ ફેટનો જથ્થો પણ ઉત્પાદન કરવામાં આવતો તો. ઘીમાં ભેળસેળ કરવા માટેના વનસ્પતિ તથા પામોલીન તેલ પણ મળી આવ્યું હતું.

પેઢીના માલિક મહેશકુમાર ચાંદ્રા પાસેથી રાજભોગ ઘીના નમૂના લેવામાં આવ્યા હતાં. આ ઉપરાંત એડલ્ટન્ટરન્ટ તરીકે વનસ્પતિ તથા પામોલીન તેલ, ઈન્ટર ઓસ્ટરીફાઈડ વેજ ફેટ મળી સ્થળ પરથી કુલ ૬ નમૂનાઓ લેવામાં આવ્યા હતાં. નમૂના લીધા પછી ઘીનો ૧ર૦ લી., વનસ્પતી તેલનો ૩ર લી., પામોલીન તેલનો ૧૦૦ લી. અને ઈન્ટર એસ્ટીરીફાઈડ વેજ ફેટનો ૩૦૦ લી. મળી કુલ પપ૦ લીટરથી વધુ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

આ ખાદ્યપદાર્થ બિનઆરોગ્યપ્રદ હોય તેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh