Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટી જાનહાનિના અહેવાલો નથી
નવી દિલ્હી તા. ૯ઃ ઈન્ડોનેશિયામાં ફરી ધરા ધ્રુજી છે અને તાલાઉદ ટાપુઓ પર ૬.૭ ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઈન્ડોનેશિયાના તાલાઉદ ટાપુઓની ધરા ફરી એકવાર ધ્રુજી છે. હવામાન એજન્સી અનુસાર કટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૭ મપાઈ હતી. આ આંચકા પાપુઆ વિસ્તારમાં અનુભવાયા હતાં. જો કે, અત્યાર સુધીમાં કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. પરંતુ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઈન્ડોનેશિયાના તાલાઉદ દ્વીપ પર વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતાં. નેશનલ સિસ્મોલોજી સેન્ટર મુજબ ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર ૬.૭ માપવામાં આવી છે. આ પહેલા પણ ઈન્ડોનેશિયામાં ભૂકંપના કારણે તબાહી મચી ગઈ હતી, ત્યારે ફરી એકવાર ઈન્ડોનેશિયા ભૂકંપથી હચમચી ગયું છે. ભૂકંપના કારણે લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા હતાં. હાલ નુકસાનના કોઈ સમાચાર નથી.
ઈન્ડોનેશિયામાં છેલ્લા એક વર્ષમાં અનેક ભૂકંપ આવ્યા છે જેમાં મોટી સંખ્યામાં મકાનો, ઈમારતો અને દુકાનોને નુકસાન થયું છે. ભૂકંપના કારણે ઘણાં લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં જ ભૂકંપના આંચકાએ સમગ્ર જાપાનમાં તબાહી મચાવી દીધી હતી. પશ્ચિમ જાપાનમાં આવેલા ૭.૬ ની તીવ્રતાવાળા શક્તિશાળી ભૂકંપમા ૧૦૦ થી વધુ લોકોના મોત થયા હતાં જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. આ કુદરતી આફતના કારણે ધરાશાયી થયેલી ઈમારતોના કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial