Advertisement
Author: નોબત સમાચાર

બેટ દ્વારકામાં અકળ કારણથી યુવાનનો ગળાટૂંપોઃ ટીબીથી યુવકનું નિપજ્યું મૃત્યુ

છાતીમાં દુખાવો ઉપડ્યા પછી મહિલાનું મોતઃ

જામનગર તા. ૯ઃ બેટ દ્વારકામાં રહેતા એક ખારવા યુવાને રવિવારે કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. જ્યારે કલ્યાણપુરના રાણ ગામમાં ટીબીની બીમારીથી યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. નંદાણાના પાટિયા પાસે આવેલા સુરતના એક મહિલાનું શ્વાસ ઉપડતા અને છાતીમાં દુખાવો થવા લાગતા મૃત્યુ નિપજ્યું છે. પોલીસે ત્રણેય બનાવની તપાસ હાથ ધરી છે.

ઓખામંડળમાં આવેલા બેટ દ્વારકામાં વાલીયા ચોકમાં રહેતા અમરીકભાઈ સોમાભાઈ પાંજરી નામના ચાલીસ વર્ષના ખારવા યુવાને રવિવારે બપોરના સમયે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે કોઈ અકળ કારણથી છતમાં રહેલા હુંકમાં દોરડા વડે ગળાટૂંપો ખાઈ લીધો હતો. જેની સાંજે ચારેક વાગ્યે જાણ થતાં નરશીભાઈ સોમાભાઈ પાંજરીએ પોતાના મોટાભાઈને નીચે ઉતાર્યા હતા. આ યુવાન મૃત્યુ પામેલા જણાઈ આવતા પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં વસવાટ કરતા ધરમશીભાઈ કાનાભાઈ ડાભી (ઉ.વ.૪૩) નામના યુવાન લાંબા સમયથી ટીબીની બીમારીથી પીડાતા હતા. તેઓનું બીમારીના કારણે રવિવારે મૃત્યુ નિપજ્યું છે. બાબુભાઈ દેવશીભાઈ ડાભીએ પોલીસને વાકેફ કરી છે.

કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામ પાસે ગઈ તા.૧૯ નવેમ્બરની રાત્રે આવેલા પુષ્પાબેન મહેશભાઈ રાઠોડ (ઉ.વ.૪૨) નામના સુરતના અડાજણના રહેવાસી મહિલાને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થતાં અને છાતીમાં દુખાવો ઉપડતા તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓને તપાસ્યા પછી તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. તેમના પુત્ર સાહિલ રાઠોડે કલ્યાણપુર પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh