Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં નવ મહિનાની કેદ

ચેકની રકમ રૃપિયા સાડા ત્રણ લાખ દંડપેટે ભરવા આદેશઃ

જામનગર તા. ૯ઃ જામનગરના એક આસામીએ રૃપિયા સાડા ત્રણ લાખ હાથ ઉછીના લઈ આપેલો ચેક પરત ફરતા તેની સામે કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. જેનું સમાધાન થયંુ હતું અને ફરીથી તે રકમનો ચેક અપાયો હતો. આ ચેક પણ પરત ફરતા કોર્ટમાં ફરીથી ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને નવ મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.

જામનગરના મહેન્દ્રભાઈ ભાનુશાળી નામના આસામી પાસેથી રૃપિયા સાડા ત્રણ લાખ તેમના મિત્ર હિતેશ જેરામભાઈ કુબાવતે વ્યાજ વગર હાથ ઉછીના લીધા હતા. તેની પરત ચૂકવતી માટે ચેક અપાયો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા કોર્ટમાં કેસ કરાયો હતો.

તે પછી અદાલતમાં બંને પક્ષ વચ્ચે સમાધાન થતાં હિતેશભાઈએ ફરીથી ચેક આપ્યો હતો. તે ચેક પણ પરત ફરતા નોટીસ આપ્યા પછી ફરીથી કેસ કરવામાં આવ્યો હતો. આ કેસ ચાલવા પર આવતા ફરિયાદ પક્ષે છ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી હિતેશ જેરામભાઈ કુબાવતને તક્સીરવાન ઠરાવી નવ મહિનાની કેદની સજા અને રૃા.સાડા ત્રણ લાખનો દંડ ફટકાર્યાે છે. સજાના હુકમ સમયે આરોપી હાજર ન હોવાથી તેની સામે વોરંટ કાઢવામાં આવ્યું છે. ફરિયાદી તરફથી વકીલ અબરારઅલી એ. ઘોરી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh