Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત વિરોધી વલણ મોંઘુ પડ્યુંઃ માલદીવનો પ્રવાસન ઉદ્યોગ પણ મંત્રીઓ સામે નારાજ
નવી દિલ્હી તા. ૯ઃ ભારત વિરોધી નિવેદન પછી માલદીવમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે, અને મુઈજ્જુ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારી થઈ રહી છે. માલદીવના ટુરીઝમ એસોસિએશને પણ પોતાના મંત્રીઓના નિવેદનોની ટીકા કરી છે. માલદીવના મંત્રીઓએ કરેલી ટીકાથી માલદીવને મોટું નુક્સાન થઈ શકે છે, તેથી ત્યાંનો પ્રવાસ ઉદ્યોગ પણ નારાજ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય નાગરિકો પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી હવે માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે.
માલદીવના વિપક્ષો પહેલાથી જ ભારત સાથેના સંબંધોમાં ખટાશ માટે ત્યાંની સરકારને દોષી ઠેરવી રહ્યા છે, ત્યારે હવે પ્રમુખ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુને હટાવવાની પહેલ સંસદીય લઘુમતી નેતા અલી અઝીમ દ્વારા કરવામાં આવી છે.
તેમણે માલદીવના નેતાઓને મુઈજ્જુને ખુરશી પરથી હટાવવામાં મદદ કરવા અપીલ કરતા કહ્યું છે કે, અમારી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી માલદીવની વિદેશ નીતિમાં સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે. અમે કોઈપણ પડોશી દેશને અમારી વિદેશ નીતિથી અલગ નહીં થવા દઈએ. તેમણે તેમની પાર્ટીના ટોચના નેતાઓને પૂછ્યું છે કે શું તેઓ રાષ્ટ્રપતિ મોઈજ્જુ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા તૈયાર છે.
માલદીવ એસોસિએશન ઓફ ટુરીઝમ ઈન્ડસ્ટ્રીએ પણ માલદીવના મંત્રીઓની ટિપ્પણીની નિંદા કરી છે. માલદીવના મંત્રીઓએ કરેલી ટીકાથી માલદીવને મોટું નુક્સાન થઈ શકે છે. કેમ કે મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓના બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે તેમજ ટ્રાવેલ કંપનીઓના વિરોધ પછી હવે માલદીવના ટુરીઝમ એસોસિએશને પણ પોતાના મંત્રીઓના નિવેવદનોની ટીકા કરી છે. માલદીવ એસોસિએશન ઓફ ટુરીઝમ ઈન્ડસ્ટ્રીએ એક નિવછેદન જારૂ કરીને કહ્યું કહ્યું છે કે, તે ભારતીય વડાપ્રધાન અને ભારતના લોકો વિરૂદ્ધ તેમના મંત્રીઓની ટિપ્પણની નિંદા કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial