Advertisement
Author: નોબત સમાચાર

મોહનનગરમાં મકાનમાં મળી દારૃની ૧૧૬ બોટલઃ ખાયડીમાંથી ૧૩૩ બોટલ ઝડપાયો

અન્ય પાંચ દરોડમાં ૩૯ મોટી અને ૨૬ નાની બોટલ પકડી પાડતી પોલીસઃ

જામનગર તા. ૯ઃ જામનગરના મોહનનગરના ઢાળીયા પાસે એક મકાનમાંથી પોલીસે અંગ્રેજી શરાબની નાની મોટી ૧૧૬ બોટલ કબજે કરી છે. જ્યારે લાલપુરના ખાયડી ગામમાં એક મકાનમાંથી ૧૩૩ બોટલ પકડી લેવામાં આવી છે. તે ઉપરાંત અન્ય પાંચ દરોડામાં ૩૯ મોટી બોટલ અને ૨૬ ચપલા પકડાયા છે.

જામનગરના ગુલાબનગર સામે આવેલા મોહનનગરમાં એક શખ્સના મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડ્યો હોવાની બાતમી સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના વિક્રમસિંહ, રવિરાજસિંહ એ. જાડેજાને મળતા પીઆઈ એન.એ. ચાવડાને વાકેફ કરાયા પછી ગઈકાલે બપોરે પોલીસ ટૂકડીએ મોહનનગરના ઢાળીયા પાસે દ્વારકાધીશ ડેરીવાળા મકાનમાં દરોડો પાડયો હતો.

તે મકાનની તલાશી લેવાતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૩૬ મોટી તથા ૮૦ નાની બોટલ મળી આવી હતી. પોલીસે કુલ રૃા.૨૬ હજારનો શરાબનો જથ્થો કબજે કરી મનિષ હીરાભાઈ સોલંકી નામના આહિર શખ્સની ધરપકડ કરી છે.

જામનગરના ગુરૃદ્વારા ચોકડી વિસ્તારથી આગળ સેલિબ્રેશન હોટલ પાસેથી ગઈકાલે સાંજે પસાર થતાં નવાગામ ઘેડમાં લક્ષ્મી એપાર્ટમેન્ટ પાસે રહેતા વિક્કી મહેન્દ્રભાઈ ગોરડીયા ઉર્ફે વિક્રાંત ભાવસાર તથા વિમલ પાર્કમાં વસવાટ કરતા મનોજ કાલીદાસ રામાવત ઉર્ફે મના બાવાજી નામના બે શખ્સને રોકાવી પોલીસે ચેક કરતા આ શખ્સના કબજામાંથી અંગ્રેજી શરાબની ૨૪ બોટલ મળી આવી હતી. આ શખ્સોએ તે જથ્થો દરેડના રાજેશ માતંગ પાસેથી લીધાની કબૂલાત કરી છે. પોલીસે દારૃ તથા ત્રણ મોબાઈલ મળી રૃા.૧૬,૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યાે છે.

જામનગરના સાતરસ્તા પાસેથી  ગઈકાલે રાત્રે જઈ રહેલા વૈશાલીનગરની શેરી નં.૮માં રહેતા શૈલેષ જીવરાજ મકવાણા નામના શખ્સને પોલીસે રોકાવી ચેક કરતા તેના કબજામાંથી દારૃની અડધી બોટલ મળી આવી હતી.

જામનગરના વૃંદાવન પાર્ક-ર પાસેથી ગઈકાલે રાત્રે નિલકંઠનગરવાળા મયુરસિંહ પ્રવીણસિંહ જાડેજા ચૌહાણ નામના શખ્સને પોલીસે પકડી લઈ તેની તલાશી લેતાં આ શખ્સના કબજામાંથી અંગ્રેજી શરાબના છ ચપલા મળી આવ્યા હતા. આ શખ્સે તે ચપલા નંદનવન પાર્કવાળા દીપક જયસુખભાઈ રાઠોડ પાસેથી લીધા હોવાની કબૂલાત કરી છે.

ગોકુલ દર્શન સોસાયટીના ગેઈટ નં.ર પાસેથી ગઈકાલે રાત્રે જઈ રહેલા સરસ્વતી પાર્ક વાળા નિકુંજ અનિલભાઈ ચોવટીયા નામના શખ્સને પોલીસે રોકી તલાશી લેતાં તેના કબજામાંથી દારૃના વીસ ચપલા મળી આવ્યા હતા.

લાલપુર તાલકુાના ખાયડી ગામમાં આવેલા કમલેશ ઉર્ફે લાલુ કિશોરભાઈ જોટંગીયા નામના વાળંદ શખ્સના મકાનમાં ગઈકાલે રાત્રે લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી તલાશી લેતાં ત્યાંથી અંગ્રેજી શરાબની જુદી જુદી બે બ્રાંડની ૧૩૩ બોટલ મળી આવી હતી. આ શખ્સે તે જથ્થો કલ્પેશ કિશોરભાઈ જોટંગીયા પાસેથી લીધાની કબૂલાત કરી છે. પોલીસે રૃા.૬૬૫૦૦નો શરાબનો જથ્થો કબજે કર્યાે છે.

જામનગર તાલુકાના નાઘેડી ગામના પાટિયા પાસેથી ગઈકાલે રાત્રે જઈ રહેલા મજબૂતસિંહ જશુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ સહદેવસિંહ રાઠોડ નામના બે શખ્સના બાઈકને રોકાવી પોલીસે ચેક કરતા આ શખ્સોના કબજામાંથી અંગ્રેજી શરાબની પંદર બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ, બાઈક તથા રૃા.૧૦ હજારના બે મોબાઈલ મળી કુલ રૃા.૪૬ હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh