Advertisement
Author: નોબત સમાચાર

માતાએ ટીવી ન જોવા અને ઘરકામ કરવા ઠપકો આપતા તરૃણીએ ખાઈ લીધો ફાંસો

મજૂરીકામે જતાં માતા સહિતનો પરિવાર સ્તબ્ધઃ

જામનગર તા. ૯ઃ જામનગરના વિજરખી ગામમાં એક તરૃણીને માતાએ ઘરકામ કરવા અને ટીવી ન જોવાનું કહી ઠપકો આપતા માઠું લાગી આવતા આ તરૃણીએ ગઈકાલે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર આવેલા વિજરખી ગામમાં રહેતા રાજભા રણમલજી કેર નામના પ્રૌઢની ૧૫ વર્ષની પુત્રી પૂજાબાને તેમના માતા વસંતબાએ ઠપકો આપ્યો હતો.

માતા વસંતબા મજૂરીકામ કરવા જાય છે અને પાછળથી પૂજાબા ઘરનું કોઈ કામ કરતા ન હોય અને ટીવી જોયા કરતા હોય રવિવારે સાંજે મજૂરીએ પરત આવેલા વસંતબાએ પુત્રીને ઠપકો આપ્યો હતો. આ બાબતનું માઠું લાગી આવતા પૂજાબાએ ગઈકાલે પોતાના ઘરમાં જ આડીમાં દોરડું બાંધી ગળાટૂંપો ખાઈ લીધો હતો. આ બાબતની સાંજે સાડા પાંચેક વાગ્યે ઘેર આવેલા વસંતબાને જાણ થતાં તેઓએ રડારોળ કરી હતી. પૂજાબાને નીચે ઉતારી ચકાસવામાં આવતા તેણી મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. બનાવથી પોલીસને વાકેફ કરવામાં આવી છે. પંચકોશી-એ ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી માતાનું નિવેદન નોંધ્યું છે. આ બનાવે વિજરખી ગામમાં ચકચાર પ્રસરાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh