Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચિત્રકલામાં રસ ધરાવનારા માટે આયોજનઃ
જામનગર તા. ૯ઃ જામનગરના ચિત્રકળાના કલાકારો તેમજ કલામાં રસ ધરાવનારા લોકો માટે નવાનગર નેચર ક્લબ દ્વારા એક દિવસીય આઉટડોર પેઈન્ટીંગ કેમ્પનું આયોજન આગામી તા. ર૮-૧-ર૦ર૪ (રવિવાર) ના બરડા ડુંગરની ગોદમાં આવેલા ઐતિહાસિક સ્થળ ઘુમલી (તા. ભાણવડ) માં કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર જિલ્લામાંથી ચત્રિકામ (પેઈન્ટીંગ) માં રસ ધરાવનાર કલાકારો ભાગ લઈ શકશે.
આ પેઈન્ટીંગ કેમ્પમાં કલાકારો લાઈવ લેન્ડસ્કેપ, પોટ્રેટ તેમજ સ્કેમીંગ કરશે અને કેમ્પમાં જિલ્લાના પ્રસિદ્ધ અને સિનિયર આર્ટીસ્ટો દ્વારા કલાને લગતી માહિતી તથા પેઈન્ટીંગ કરતી વખતે જરૃરી બાબતો વિશે પ્રાથમિક સમજ આપવામાં આવશે. કલાકારોએ સ્થળ ઉપર લાઈવ પેઈન્ટીંગ કરતા લોકોને રંગ, બ્રશ તથા જુદા જુદા માધ્યમો વિશે જાણકારી અપાશે. આ કેમ્પમાં જોડાવવા અંગે તા. ર૦/૧ સુધીમાં રજિસ્ટ્રેશન માટે મો.નં. ૯૯રપપ ૬૦૧૯૯ તેમજ વિશેષ માહિતી માટે નવાનગર નેચર ક્લબના પ્રમુખ વિજયસિંહ જાડેજાનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial