Advertisement
Author: નોબત સમાચાર

ખેતરમાં પાણી વાળતી વખતે બેભાન બનેલા પ્રૌઢનું મૃત્યુ

કાલાવડના ધુનધોરાજી ગામમાં બન્યો બનાવઃ

જામનગર તા. ૯ઃ કાલાવડ પંથકમાં આવેલા ધુનધોરાજીમાં ખેતરમાં પાણી વાળી રહેલા એક ખેડૂત કોઈ રીતે બેભાન બનીને ઢળી પડ્યા પછી મોતની ગોદમાં સરી ગયા છે. મૃતકના ભાઈએ પોલીસને જાણ કરી છે.

કાલાવડ તાલુકાના ધુન ધોરાજી ગામમાં વસવાટ કરતા કાંતિલાલ વિરાણી નામના છપ્પન વર્ષના પટેલ પ્રૌઢ ગઈકાલે સવારે ગામમાં આવેલી પોતાની વાડીએ પાણી વાળવાનું કામ કરતા હતા. આ વેળાએ કોઈ કારણથા કાંતિલાલ બેભાન બનીને ઢળી પડતા તેઓને ત્યાં હાજર નાનાભાઈ વલ્લભભાઈ વિરજીભાઈ વિરાણીએ સારવાર માટે કાલાવડ દવાખાને ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ પ્રૌઢને મૃત્યુ પામેલા જાહેર કર્યા છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh