Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૪ ફોજદારની આંતરિક બદલીનો એસપીનો આદેશઃ
જામનગર તા. ૯ઃ જામનગરના પોલીસબેડામાં ફરજ બજાવતા ૧૪ ફોજદારની અરસપરસ બદલીનો ગઈકાલે એસપીએ હુકમ કર્યાે છે. એસઓજીમાંથી પણ બે પીએસઆઈની બદલી થઈ છે. તે ઉપરાંત હુકમનો અનાદાર કરનાર પાંચ પોલીસ કર્મચારીને જિલ્લા પોલીસવડાએ ફરજમોકૂફ કરી નાખ્યા છે.
જામનગરના જિલ્લા પોલીસવડાએ જિલ્લાના જુદા જુદા પોલીસ મથકોમાં ફરજ બજાવતા કુલ પૈકીના ૧૪ પીએસઆઈની અરસપરસ બદલીનો ગઈકાલે હુકમ કર્યાે છે. જેમાં જામનગરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ બી.એસ. વાળાને ટ્રાફિક શાખામાં મુકવામાં આવ્યા છે.
તે ઉપરાંત પીએસઆઈ વી.કે. રાતીયાને જામજોધપુર પોલીસ સ્ટેશનમાં, જ્યારે સિટી-બી ડિવિઝનના પીએસઆઈ એસ.વી. સામાણીને આઈયુસીએડબલ્યુ માં, પીએસઆઈ ડી.બી. લાખણોતરાને એરપોર્ટ સિક્યુરિટીમાં મુકાયા છે. સિટી-સી ડિવિઝનના પીએસઆઈ વી.એ. પરમારને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં, પીએસઆઈ એન.જે. રાવલને એરપોર્ટ સિક્યુરિટીમાં, કાલાવડ ગ્રામ્યના પીએસઆઈ એચ.વી. પટેલને પણ એરપોર્ટ સિક્યુરિટીમાં, મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એ. ચનીયારાને એરપોર્ટ સિક્યુરિટીમાં, ટ્રાફિક શાખામાંથી પીએસઆઈ એ.એચ. ચોવટને સિટી-બી ડિવિઝનમાં, બેડી મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.એલ. ઓડેદરાને તેમજ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.આર. રાવલને પણ એરપોર્ટ સિક્યુરિટીમાં મુકાયા છે.
જામનગર એસઓજીના પીએસઆઈ આર.એચ. બારને સિક્કા પોલીસ સ્ટેશનમાં, બીજા પીએસઆઈ જે.ડી. પરમારને બેડી મરીન પોલીસ સ્ટેશનમાં મુકવા ઉપરાંત એસઓજી એટેચ્ડ રાખવામાંં આવ્યા છે. સિક્કા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.વી. સરવૈયાને સિટી-એ ડિવિઝનમાં નિયુક્તિ આપવામાં આવી છે.
ઉપરોક્ત બદલીઓ ઉપરાંત જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ ગઈકાલે પાંચ પોલીસ કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી નાખ્યા છે. વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આ કર્મચારીઓએ હુકમનો અનાદાર કર્યાે હતો.
લોકરક્ષક દળના વિપુલ દેવશીભાઈ શિયારીયાને એડીઆઈની તાલીમમાં જવાનો હુકમ હતો. જ્યારે લલીતભાઈ ચંદુભાઈ મકવાણા (આર્મ્ડ લોકરક્ષક), વનીતાબેન સોમાભાઈ વાઘેલા (આર્મ્ડ પો.કો.), પ્રશાંત ખીમાભાઈ વસરા (લોકરક્ષક)ને બ્યુગલરની તાલીમમાં જવાનો હુકમ હતો અને સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ ગાંડુભા ચુડાસમાને કેદી પાર્ટીમાં ફરજ બજાવવા જવાનું હતું જેનો તેઓએ ઈન્કાર કરતા સસ્પેન્ડ કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial