Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટરના ચાલક સામે કરાઈ પોલીસમાં ફરિયાદઃ
જામનગર તા. ૯ઃ જોડિયાના વાવડી ગામ પાસે પુલીયા પર ગયા મંગળવારે સવારે ઈકો મોટરના ચાલકે સામેથી આવતા બુલેટ સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા એક શાળામાં નોકરી પર જઈ રહેલા વાવડી ગામના યુવાનને ફ્રેક્ચર થઈ ગયું છે.
જોડિયા તાલુકાના વાવડી ગામના મુકેશભાઈ ગયા મંગળવારે સવારે વાવડી ગામથી વાકિયામાં આવેલી બી.એમ. પટેલ શાળાએ નોકરી પર જવા માટે જીજે-૧૦-સીક્યુ ૭૯૭૭ નંબરના બુલેટ મોટરસાયકલમાં જતા હતા.
તેઓ જ્યારે બેરાજાથી એકાદ કિલોમીટર દૂર પુલીયા પર પહોંચ્યા ત્યારે જીજે-૩-ઈઆર ૪૭૧૬ નંબરની ઈકો મોટર પુરપાટ ઝડપે દોડી આવી હતી. તેના ચાલક વાવડી ગામના મનવીર પ્રવીણભાઈ ડાંગરે ધડાકાભેર અકસ્માત સર્જયો હતો. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા મુકેશભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. અશોકભાઈ કાથડભાઈ ડાંગરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial