Advertisement
Author: નોબત સમાચાર

બિલકિસબાનોના દોષિતોના ઘરે તાળાઃ ગાયબ કે ફરાર!

હાઈકોર્ટે સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારનો નિર્ણય પલટાવ્યો હતોઃ

અમદાવાદ તા. ૯ઃ સુપ્રિમ કોર્ટે ગઈકાલે ૧૧ દોષિતોને ફરી જેલમાં મોકલવાનો આદેશ આપયો હતો, અને બે સપ્તાહમાં જેલમાં મોકલવાનો આદેશ છે, પણ તેઓ ઘરે નથી. ગામના ઘરે તાળા લાગ્યા હોવાની વાતો વહેતી થઈ છે.

સુપ્રિમ કોર્ટે બિલકિસ બાનો કેસના તમામ આરોપીઓને જેલમાં પાછા મોકલવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સરકાર પર પોતાની સત્તાનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે સર્વોચ્ચ અદાલતે સોમવારે ર૦૦ર ના રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં ૧ક્ષ દોષિતોને માફી આપવાના રાજ્ય સરકારના નિર્તયને ઉલટાવ્યો હતો. તેમજ તમામ ગુનેગારોને એ સપ્તાહમાં જેલ હવાલે કરવા સૂચના આપવામાં આવી હતી. હવે એવી વાતો વહેતી થઈ છે કે, ગુનેગારો વિશે કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ તેમના ઘરે નથી અને ગામડાઓમાં તેમના ઘરોને તાળા મારી દેવામાં આવ્યા છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ રણધિકપુર અને સિંગવડ ગામમાં દોષિતોના ઘરોને તાળા મારી દેવામાં આવ્યા છે અને એક પોલીસકર્મી સુરક્ષા પર તૈનાત છે. બિલકિસ બાનોના ૧૧ દોષિતોમાંથી ઓછામાં ઓછા ૯ આ ગામોમાં રહે છે. હવે તેઓ બધા 'ગુમ' થયા હોવાના અહેવાલ છે.

અહેવાલો અનુસાર સુપ્રિમ કોર્ટના ચૂકાદાના કલાકો પછી દોષિતોમાંથી એક પણ તેમના ઘરે મળ્યો નથી અને તેમના સંબંધીઓ પણ આ નવ ક્યાં ગયા તે અંગે મૌન હોવાનું કહેવાય છે. એવા સવાલો ઊઠી રહ્યા છે કે, તેઓ ગાયબ થઈ ગયા છે, બીજે રહેવા ગયા છે, ફરાર છે?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh