Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાનગરના મહાનુભાવોના હસ્તે
જામનગર તા. ૯ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા આરોગ્ય વિભાગની ગ્રાન્ટ અંતર્ગત જામનગર શહેરના રોડ પર, પમ્પ હાઉસની પાછળ, સ.નં. ૧ર૧૭/ર/૧ વાળી જગ્યામાં રૃા. ૧૩.ર૯ કરોડના ખર્ચે યુ.સી.એચ.સી. (શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર), સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા સ્પેશ્યલ આસિસ્ટન્ટ ફોર કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ પાર્ટ-૧ ની ગ્રાન્ટ અંતર્ગત વો.નં. ૧૯ મા આશીર્વાદ દીપ સોસાયટી, પુલિયાથી જામનગર-રાજકોટ હાઈ-વે સુધી રૃા. ર.પ૦ કરોડના ખર્ચે સી.સી. રોડ, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા સ્પેશ્યલ આસિસ્ટન્ટ ફોર કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ પાર્ટ-૧ ની ગ્રાન્ટ અંતર્ગત વો.નં. ૧૬ મા રાજકોટ રોડથી ધોરીવાવ ગામ સુધી રૃા. ર.પપ કરોડના ખર્ચે સી.સી. રોડ બનાવવાના કામોનું તા. પ-૧-ર૦ર૪ ના ખાતમુહૂર્ત મેયર વિનોદભાઈ ખીમસૂર્યાના હસ્તે સંપન્ન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ચેરમેન નિલેશભાઈ કગથરા, કમિશનર ડી.એન. મોદી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, દંડક કેતનભાઈ નાખવા, વોર્ડના સભ્યો, સિટી એન્જિનિયર બી.એન. જાની તેમજ આસપાસના વિસ્તારના શહેરીજનો હાજર રહ્યા હતાં.
ઉપરોક્ત કામોના થયેલ ખાતમુહૂર્તમાં વો.નં. ૧પ મા શહેરના નગરજનોને આરોગ્યની સેવાનો લાભ મળે તેવી ૩પ બેડ, ૬ ઓ.પી.ડી. તથા તેને આનુસાંગિક સેવાઓ ધરાવતું શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની સેવાઓનો લાભ પ્રાપ્ત થશે. તદ્ઉપરાંત જામનગર શહેરની ભાગોળે વિકસતા વિસ્તારની જુદી જુદી સોસાયટીઓને સી.સી. રોડની કનેક્ટિવિટીનો લાભ મળશે તેમ સિટી એન્જિનિયર જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયુું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial