Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા.ર લાખ ૨૦ હજાર દંડપેટે ભરવા હુકમઃ
જામનગર તા. ૯ઃ જામનગરના એક્સ આર્મીમેને રૃા.ર લાખ ૨૦ હજાર મકાન બનાવવા હાથઉછીના લઈ આપેલો ચેક બેંકમાંથી પરત ફરતા તેની સામે કોર્ટમાં રાવ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. જામનગરના ધરારનગર-૧માં રહેતા કાદરભાઈ અબ્બાસભાઈ કમોરા પાસેથી એક્સ આર્મીમેન અને હાલમાં જેટકોમાં સિક્યુરિટીમાં ફરજ બજાવતા ટેકબહાદુર સરબજીતે મકાન બનાવવા માટે રૃા.૨ લાખ ૨૦ હજાર હાથ ઉછીના લીધા હતા. તે રકમની ચૂકવણી માટે આપેલો ચેક બેંકમાંથી પરત ફરતા અદાલતમાં કાદરભાઈએ ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી ટેકબહાદુરને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ સંજય દાઉદીયા, ભાવિકા જોષી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial