Advertisement
Author: નોબત સમાચાર

અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી યુવાનને પિતરાઈઓએ ધોકાવી નાખ્યો

રવિવારે સાંજે જેલ પાસે થયો હતો હુમલોઃ

જામનગર તા. ૯ઃ જામનગરની જેલ પાસે આર્મી ગેઈટ નજીક રવિવારે સાંજે એક યુવાનને આંતરી છ શખ્સે તલવાર, ધોકા, પાઈપ, છરીથી હુમલો કરી માર માર્યાે હતો. આ યુવાનને તેના પિતરાઈઓ સાથે સંબંધ નથી અને અગાઉ બોલાચાલી થઈ હતી તેનો ખાર રાખી તેને લમધારવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

જામનગરના પવનચક્કી વિસ્તારથી આગળ આવેલી જેલના રોડ પર આર્મી ગેઈટ નજીકથી રવિવારે સાંજે છએક વાગ્યે હુસેન ઈબ્રાહીમ ખફી નામનો યુવાન મોટરસાયકલ પર પસાર થતો હતો. ત્યારે ત્યાં ધસી આવેલા તેના મોટા બાપુના દીકરા ફરીદ ઉર્ફે બોદુ હનીફ ખફી અને મોહસીન ઉર્ફે જુમો સલીમ ખફી નામના શખ્સોએ પાઈપથી ચાલુ વાહને ફટકો મારતા હુસેનભાઈ પડી ગયા હતા. તે પછી ગોઠણમાં પાઈપ ફટકારી તેઓને ફ્રેક્ચર કરી નાખવામાં આવ્યું હતું.

આ વેળાએ ધસી આવેલા હાજી સીદીક ખફી, હનીફ સીદીક ખફીએ તલવાર, છરીથી હુમલો કર્યાે હતો અને ધોકા તથા પાઈપ સાથે આવેલા ઈનાયત સલીમ ખફી, ફૈઝલ હનીફ ખફીએ પણ હુમલો કરી માર માર્યાે હતો અને તમામ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હુસેન ખફીએ ગઈકાલે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ હુમલાખોર પૈકીના હનીફ તથા હાજી તેના મોટાબાપુના દીકરા થાય છે. તેની સાથે બોલવાનો સંબંધ નથી તેથી બોલાચાલી થઈ હતી. તે બાબતનો ખાર રાખી રવિવારે સાંજે ઉપરોક્ત છ શખ્સે હુસેનને ઘેરી લઈ માર માર્યાે હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh