Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાબા રામદેવ અને આચાર્ય બાલક્રિષ્નાની આકરી ઝાટકણી કાઢતી અદાલત
નવી દિલ્હી તા. ર૩: ભ્રામક જાહેરાતોના કેસમાં બાબા રામદેવ અને આચાર્ય બાલક્રિષ્નાની ઝાટકણી કાઢીને અદાલતે પતંજલિને તેનું માફીનામું મોટી સાઈઝમાં પ્રસિદ્ધ કરવાનો આદેશ આપીને આગામી સુનવાણી ૩૦ મી એપ્રિલે રાખી છે.
બાબા રામદેવની માલિકીની પતંજલિ આયુર્વેદ, બાબા રામદેવ અને શિષ્ય આચાર્ય બાલક્રિષ્ના પર ભ્રામક જાહેરાતોના આરોપો બદલ કોર્ટનો તિરસ્કાર કરવાના કેસ મામલે સુપ્રિમ કોર્ટે બન્નેની આકરી ઝાટકણી કાઢી હતી અને પૂછ્યું હતું કે, શું તમારૂ માફીનામું તમારી મોટી-મોટી ફૂલપેજની ભ્રામક જાહેરાતોની સાઈઝ જેટલું જ મોટું હતું?
સુપ્રિમ કોર્ટે સુનાવણી દરમિયાન પતંજલિ આયુર્વેદને ફરીથી મોટી સાઈઝમાં માફીનામું અખબારોમાં છપાવવા આદેશ કર્યો હતો, તેમજ રામદેવ અને બાલ ક્રિષ્નાને ૩૦ એપ્રિલે કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો હતો
એ પહેલા રામદેવના વકીલ મુકુલ રોહતગીએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, અમે માફીનામું રજૂ કરી ચૂક્યા છીએ. જેના પર જસ્ટિસ હિમા કોહલીએ પૂછ્યું કે, કાલે કેમ રજૂ કર્યું, હાલ અમે રજૂ કરેલા બંડલો જોઈ શકીશું નહિં. તમારે પહેલેથી જ રજૂ કરવું હતું, જ્યારે જસ્ટિસ અમાનુલ્લાએ પૂછ્યું કે માફીનામું ક્યા પ્રકાશિત થયું છે, તેના જવાબમાં રોહતગીએ જણાવ્યું હતું કે, ૬૭ અખબારોમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેના પર રૃા. ૧૦ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. જસ્ટિસ કોહલીએ પૂછ્યું કે, તમારી ભ્રામક જાહેરાતોની સાઈઝમાં જ માફીનામું પ્રકાશિત કર્યું હતું. તો તેનો જવાબ રોહતગીએ આપ્યો નહોતો.
આ મુદ્દે જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અમાનુલ્લાએ પતંજલિના વકીલ મુકુલ રોહતગીને ટકોર કરી હતી કે તમે જે ભ્રામક જાહેરાતો અખબારોમાં છપાવી હતી. તેટલી જ સાઈઝનું માફીનામુ પ્રસિદ્ધ કર્યું નથી. જો કે, અદાલતે એમ પણ કહ્યું હતું કે, માફીનામુ લોકો સરળતાથી વાચી શકે તેવી રીતે યોગ્ય સાઈઝમાં પ્રસિદ્ધ કરવું જોઈએ. અદાલતે આ માફીનામુ ઓન રેકોર્ડ લેવાના સંદર્ભે પણ કેટલીક સુચનાઓ આપી હતી. અદાલતે સુપ્રિમ કોર્ટમાં રજૂ કરાયેલા માફીનામાને માત્ર દેખાડો હોવાની ટકોર પણ કરી હતી.
અદાલતે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન પર પણ આકરો દંડ કરવો જોઈએ તેવી એક અન્ય અરજી અંગે પુછતા પતંજલિના વકીલ રોહતગીએ કહ્યું હતું કે, તે અરજી સાથે મારે (પતંજલિને) કાંઈ લેવાદેવા નથી. અદાલતે એ અન્ય અરજીના મુદ્દે પણ કડક પગલા લેવાના સંકેતો આપ્યા હતા.
અદાલતે એવા સંકેતો પણ આપ્યા હતા કે કેટલાક મુદ્દે સરકારે પણ જવાબ આપવો પડશે. કલમ-૧૭૦નો ઉલ્લેખ કરીને અદાલતે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, અદાલત કોઈ એક પાર્ટીને નુકસાન પહોંચાડવા નહીં પરંતુ કન્ઝયુમર્સના હિતમાં જ તમામ બાબતોની બારીકાઈથી તપાસ કરવાનો અભિપ્રાય ધરાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial