Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ગઈકાલે હાટકેશ્વર જયંતિની જામનગરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારે હવાઈ ચોકમાં આવેલા હાટકેશ્વર મહાદેવના મંદિરે લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર પછી સાંજે નાગરપરા થી ખંભાળીયાગેઈટ, હવાઈચોક થઈ અને હાટકેશ્વર મહાદેવના મંદિર સુધી ભવ્ય રવાડી (શોભાયાત્રા) યોજવામાં આવી હતી. આ શોભાયાત્રામાં નાગર જ્ઞાતિના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતાં. સાંજે ૭ વાગ્યે મંદિરે મહાઆરતી કરવામાં આવી હતી. ત્યાર પછી મહાપ્રસાદ ટાઉનહોલમાં યોજાયો હતો. ભગવાન હાટકેશ્વરજીને પાલખીમાં બિરાજમાન કરી અને આ શોભાયાત્રા યોજાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial