Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરાશે કાર્યવાહી?
ઓખા તા. ૨૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ક્રિકેટનો સટ્ટો આઈપીએલના આરંભથી ખેલાઈ રહ્યો હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવે તો સટ્ટાનું મોટું રેકેટ ઝડપાઈ જવાની શક્યતાઓ દેખાઈ રહી છે.
ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)નો એક મહિના પહેલાં પ્રારંભ થયા પછી દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં કેટલાક બુકીઓ બેફામ બની બેટીંગ લઈ રહ્યા છે તેમ છતાં સ્થાનિક પોલીસને તેની જાણકારી મળી ન હોય તેમ લાગી રહ્યું છે. કેટલાક બુકીઓ અજ્ઞાત સ્થળોએ એકઠા થઈ આઈડી પરથી સટ્ટો રમાડી રહ્યા છે.
દ્વારકા જિલ્લાના ઓખા, મીઠાપુર તેમજ દ્વારકા શહેરમાં સંખ્યાબંધ ક્રિકેટના ડબ્બાઓ ફૂટી નીકળ્યા છે. સટ્ટોડિયાઓને જુગાર રમાડવા ક્રિકેટની આઈડીનો સટ્ટો પર ફૂલ્યોફાલ્યો છે. ઓખા સહિતના બુકીઓ શહેરની બહાર જઈ સટ્ટો રમાડતા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. બુકીઓ રાજકોટ, અમદાવાદ તેમજ સુરતના બુકીઓ સાથે સેટીંગ કરી મોટા પ્રમાણમાં બેટીંગ લઈ રહ્યા છે અને રોજેરોજ લાખો રૂપિયાની હારજીત થઈ રહી છે.
દ્વારકા કે મીઠાપુરના પોલીસ મથકમાં ક્રિકેટના સટ્ટા અંગે આઈપીએલ શરૂ થયા પછી એકપણ ગુન્હો નોંધાયો નથી તે બાબત સૂચક મનાઈ રહી છે. સ્ટેટ વિજીલન્સની ટીમ દ્વારા જો ચકાસણી કરવામાં આવે તો સટ્ટાનું મોટું રેકેટ ઝડપાય તેમ લાગી રહ્યું છે.
વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ આઈપીએલની રોજેરોજની ક્રિકેટ મેચમાં લાખો રૂપિયાનો જુગાર રમાઈ છે ત્યારે તેનો વહીવટ આંગડિયા પેઢી મારફત થતો રહે છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જામનગર એલસીબીએ મીઠાપુરના બુકીઓને ધ્રોલના સોયલ ટોલનાકા પાસે ચાલુ મોટરમાં ક્રિકેટનો સટ્ટો રમતા પકડી પાડ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial