Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોંગકોંગ-સિંગાપોરે પ્રતિબંધ મૂક્યા પછી
નવી દિલ્હી તા. ર૩: કેટલાક ભારતીય મસાલાઓ પર સિંગાપોર-હોંેંગકોંગના પ્રતિબંધ બાદ એમડીએચ - એવરેસ્ટના અમુક મસાલાઓ પર પગલાં લીધા હોવાનું જાણવા મળે છે.
સિંગાપોર અને હોંગકોંગમાં ભારતીય મસાલા કંપની એવરેસ્ટ અને એમડીએચના અમુક મસાલાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યા પછી ભારત સરકારે પણ આ મસાલાઓની ગુણવત્તા ચકાસવા આદેશ આપ્યો છે, તેમજ દેશમાં વેંચાતી અન્ય કંપનીઓના મસાલાઓની પણ તપાસ કરવા કહ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સિંગાપોર અને હોંગકોંગની ભારતીય કંપનીઓના મસાલા વિરૂદ્ધ કાર્યવાહીને ધ્યાનમાં લેતા દેશભરમાં એમડીએચ એવરેસ્ટ સહિત તમામ બ્રાન્ડના મસાલાના નમૂના લેવાનું શરૂ કર્યું છે. વર્તમાન સ્થિતિને પગલે તે મસાલાઓ એફએસએસએઆઈના માપદંડોને આધિન નહિં હોય તેના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાશે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા નિકાસ થતા મસાલાઓની ગુણવત્તા પર નિયંત્રણ ધરાવતી નથી. તેણે નિકાસ થતા મસાલાઓના પણ નમૂનાઓ લેવાનું શરૂ કર્યું છે, જેની તપાસ કરી રિપોર્ટ જારી કરશે. એમડીએચ અને એવરેસ્ટના અમુક મસાલામાં એથિલિન ઓક્સાઈડ મળી આવ્યો છે. જે જંતુનાશક તરીકે વપરાય છે. એથિલિન ઓક્સાઈડથી કેન્સર થવાનું જોખમ હોવાથી સિંગાપોર અને હોંગકોંગે આ મસાલાઓના વેચાણ પર પ્રતિબંધ લાદી બજારમાંથી દૂર કરવા નિર્દેશ કર્યો છે.
એથિલિન ઓક્સાઈડ સ્વાદ અને ગંધહીન કેમિકલ છે, જેનો ઉપયોગ કૃષિ, હેલ્થકેયર અને ખાદ્ય પદાર્થોને કિટાણુઓથી મુક્ત કરવા થાય છે, જો કે તેનું વધતું પ્રમાણ લાંબાગાળે કેન્સર જેવી ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial