Advertisement
Author: નોબત સમાચાર

હનુમાન જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણીઃ સવારથી જ દર્શનાર્થે ઉમટ્યા ભક્તજનો

ખંભાળિયા પંથકના હનુમાન મંદિરોમાં

ખંભાળિયા તા. ર૩: ખંભાળિયા શહેરમાં હનુમાન જયંતીના બજરંગબલી મંદિરોમાં દર્શનાર્થી ભાવિકો સવારથી જ ઉમટી પડ્યા છે.

આજે શક્તિતના અવતાર ગણાતા શ્રી હનુમાનજીનો જન્મદિન હોય, ખંભાળિયા પંથકમાં આવેલા પ્રાચીન હનુમાનજી મંદિરોમાં સવારથી જ વિશેષ દર્શન સાથે ભાવિકો ઉમટ્યા હતાં.

ખંભાળિયામાં મહાદેવ-વાડામાં આવેલ હનુમાનજી મંદિરો, રામ સંકીતર્ન મંદિરો, શરણેશ્વરી મહાદેવ, નગરગેઈટ રામમંદિરમાં હનુમાનજી મંદિરો, પાળેશ્વર મહાદેવ મંદિરમાં હનુમાનજી તથા બાલનાથ મહાદેવમાં બાલાહનુમાન, ખામનાથમાં મોઝીલા હનુમાન, રંગીલા હનુમાન, ફૂલેલિયા હનુમાન, વાઉડાવાવ પાસે હઠીલા હનુમાન, જોધપુર ગેઈટમાં રોકડિયા હનુમાન તથા ગા્રમ્ય પંથકના શિવ મંદિરોમાં હનુમાનજી મંદિરોમાં ભાવિકો દર્શન કરવા તથા ભગવાનની સન્મુખ હનુમાન ચાલીસાના ૧૧, ર૧ પ૧ પાઠ કરવા સવારથી જ યુવાઓની ભીડ ઉમટી હતી.

ખંભાળિયામાં ફૂલેલિયા હનુમાનજી મંદિરે મહંત શ્રી ભાસ્કરાનંદ ભારતીબાપુ તથા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સવારે સાડાનવથી યોજાયેલ ખાસ 'હનુમંતયાગ' યજ્ઞમાં પણ ભાવિકો જોડાયા હતાં, તો શનિદેવના જન્મ સ્થાન હાથલા કે જ્યાં પણ હનુમાનજીનું સ્થાપન છે ત્યાં આજે વિશિષ્ટ દર્શન સાથે પવનપુત્રના જન્મદિનની ભવ્ય ઉજવણી કરવા મહાપ્રસાદ તથા મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમાં પણ ભાવિકો ઉમટ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh