Advertisement
Author: નોબત સમાચાર

જોડિયાના તારાણામાં થયેલી હત્યા, લૂંટના બનાવમાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ

એલસીબીએ દબોચી લીધાઃ ચોરી કરવા આવ્યા હતા અને હત્યા કરી હતીઃ

જામનગર તા. ૨૩: જોડિયા તાલુકાના તારાણા ગામમાં ગયા ગુરૂવારની રાત્રે એક યુવાનની હત્યા કરી બે શખ્સ રૃા.૨૨૦૦ લૂંટીને પલાયન થઈ ગયા હતા. તેની તપાસમાં જામનગરના બે શખ્સને એલસીબી તથા જોડિયા પોલીસે દબોચી લીધા છે. આ શખ્સોએ ગુન્હાની કબૂલાત આપી છે.

જોડિયા તાલુકાના તારાણા ગામમાં રહેતા ભૂપેન્દ્રસિંહ નીમુભા જાડેજા નામના યુવાન ગઈ તા.૧૯ની સવારે તેમની મોમાઈ કૃપા નામની હોટલ પાસેથી મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા હતા. તેને નીહાળી પોલીસને જાણ કરાતા દોડી ગયેલી જોડિયા પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો હતો. મૃતદેહનું નિરીક્ષણ કરાતા શરીર પર તિક્ષણ હથિયારના ઘા જોવા મળતા પોલીસે આ બનાવ હત્યાનો હોવાની આશંકા સેવી હતી.

તે દરમિયાન મૃતકના ભાઈ જગતસિંહ નીમુભા દોડી આવ્યા હતા. તેઓએ રાત્રિના સમયે પોતાના ભાઈ ભૂપેન્દ્રસિંહ નજીકમાં આવેલા પોતાના ખેતરે જવા માટે નીકળ્યા હોવાની અને તેઓ રાત્રે ખેતરમાં સૂતા હોવાની જાણકારી આપી હતી. તેથી પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી હતી. જામનગર ગ્રામ્યના ડીવાયએસપી આર.બી. દેવધાના વડપણ હેઠળ જોડિયાના પીએસઆઈ બી.એમ. ઝાલા તથા એલસીબી પીઆઈ વી.એમ. લગારીયાના વડપણ હેઠળ પીએસઆઈ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફે આ બનાવની તપાસ આરંભી હતી.

આરોપીઓને પકડી પાડવા માટે ચાલતી ગતિવિધિ દરમિયાન બનાવના સ્થળ અને હાઈવે પરના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસાતા રાત્રે બે શખ્સ બાઈકમાં આવ્યા હોવાનું અને તેઓ મૃતક સાથે બોલાચાલી કરતા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે મોટરસાયકલ વેરીફાઈ કરવા માટે આગળ વધારેલી તપાસમાં બાઈક પર આવેલા બે શખ્સની ઓળખ થવા પામી હતી. તે પછી એલસીબીના મયુદીન, ક્રિપાલસિંહ, કાસમભાઈ, કલ્પેશ મૈયડને મળેલી બાતમીના આધારે ધુંવાવ પાસેથી ધરારનગર-૧માં રહેતા અસલમ ફરીદ કકલ તથા મચ્છરનગરમાં રહેતો જતીન અશોકભાઈ ભટ્ટી નામના બે શખ્સ મળી આવ્યા હતા. આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ ઉપરોક્ત ગુન્હાની કબૂલાત આપી છે.

આરોપીઓએ જણાવ્યા મુજબ ગઈ તા.૧૮ની રાત્રે તેઓ બાઈક પર ચોરીના ઈરાદે તારાણા ગામમાં પહોંચ્યા હતા જ્યાં તેઓએ મોમાઈ કૃપા હોટલમાં ચોરી કરવાનો ઈરાદો સેવ્યો હતો. આ શખ્સોએ હોટલની બારી તોડીને ઘૂસવાનો પ્રયત્ન શરૂ કરતા થયેલા અવાજથી નજીકમાં ખેતરમાં સૂતેલા ભૂપેન્દ્રસિંહ દોડી આવ્યા હતા તેઓએ આ શખ્સોને ટપારતા બોલાચાલી પછી અસલમ અને જતીન ખવાસે તેમના પર હુમલો કરી તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી અને ખિસ્સામાંથી રૃા.ર હજાર રોકડાની લૂંટ ચલાવી હતી તે પછી આ શખ્સો રાજકોટમાંથી ચોરેલા મોટરસાયકલ પર નાસી ગયા હતા.

બંને આરોપીની ધરપકડ કરાયા પછી ગઈકાલે એસપી પ્રેમસુખ ડેલુએ પત્રકારોને તે બાબતની વિગતો આપી હતી. ઝડપાયેલા આરોપીઓએ સિટી એ અને સિટી સી ડિવિઝન હેઠળના વિસ્તારોમાં લૂંટ કર્યાની કબૂલાત આપવા ઉપરાંત રાજકોટમાંથી બાઈક ઉઠાવ્યાની કબૂલાત કરી છે. આરોપી પૈકીના અસલમ સામે ચોરીના બે અને જીપી એક્ટની કલમ ૧૩૫ (૧)નો ગુન્હો નોંધાયેલો છે. જ્યારે જતીન ભટ્ટી સામે ત્રણ વર્ષ પહેલા ચોરીનો ગુન્હો નોંધાયેલો છે. આ કાર્યવાહીમાં  સ્ટાફના  સંજયસિંહ વાળા,  હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, નાનજી પટેલ, દિલીપ તલાવડીયા, વનરાજ મકવાણા, ધાનાભાઈ મોરી, અરજણભાઈ કોડીયાતર, મયુદ્દીન સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, હરદીપ બારડ, મયુરસિંહ પરમાર, કલ્પેશ મૈયડ, ઋષિરાજસિંહ વાળા,  હિતેન્દ્રસિંહ જાડેજા,   ધર્મેન્દ્રસિંહ જાડેજા,કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા,   કિશોર પરમાર,   દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર, બિજલ બાલાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુરેશ માલકીયા તથા જોડિયાના પીએસઆઈ બી.એલ. ઝાલા, સ્ટાફના સંજય મકવાણા, હરેશ વાઘેલા, રવિરાજસિંહ, અશોકસિંહ સાથે રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh