Advertisement
Author: નોબત સમાચાર

ભાજપ માટે એમ.પી. હાઉસ લક્કી - પૂનમબેન માડમ

જામનગર તા. ર૩: જામનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમના પ્રચાર-સંકલન અર્થે શરૂ સેક્શન રોડ પર આવેલ એમ.પી. હાઉસમાં ૭૯-જામનગર વિધાનસભા મત વિસ્તારનું મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે ઉમેદવાર અને સાંસદ પૂનમબેન માડમે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે મેરામણભાઈ પરમારનું આ બિલ્ડીંગ એમ. પી. હાઉસ ભાજપ માટે ખૂબ જ લક્કી છે. અગાઉની ચૂંટણીમાં પણ ભાજપને ૭૮-જામનગરમાં મોટી લીડ મળી હતી. આ વખતે તેનાથી પણ વધુ મતોની લીડ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી તેમણે જામનગરના અગ્રણી બિલ્ડર મેરામણભાઈ પરમારનો આભાર માન્યો હતો.

આ ઉદ્દઘાટન સમારંભમાં ૭૮-જામનગર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, ૭૯-જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેરામણભાઈ પરમાર તથા આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh