Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાસપદે કૌશિકભાઈ ભટ્ટઃ લોકડાયરા સહિતના કાર્યક્રમો
જામનગર તા. ર૩ : આગામી તા. રપ-૪-ર૪ ને ગુરૂવારથી જામનગર તાલુકાના સચાણા ગામમાં રવરાય માતાજીના સાનિધ્યમાં સમસ્ત ઠુંગા પરિવાર (સચાણા મઢ) આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે.
આ ધાર્મિક કાર્ય ઠુંગા પરિવાર દ્વારા આસપાસના ગામો ખીરી, બાલાચડી, ખીજડીયા, જાંબુડા, રામપર, હરિયાણા, કુનળ વગેરે ગામમાં વસવાટ કરતા લોકો કથાનું રસપાન તથા મહાપ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ શુભ પ્રસંગે ભરવાડ સમાજના ધર્મગુરૂ ઝાઝ)વડા દેવની જગ્યાના મહંતશ્રી નકળંગધામ તોરણીયાના મહંતશ્રી રાજેન્દ્રદાસબાપુ ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત ભરવાડ સમાજની જુદી જુદી ધાર્મિક જગ્યાના સંતો-મહંતો તથા સમાજના અગ્રગણ્ય બહોળી સંખ્યામાં હાજરી આપશે. આ ભાગવત કથાના મુખ્ય વ્યાસપીઠેથી શ્રી કૌશિકભાઈ ભટ્ટ (રાણસિક્કીવાળા-ગોંડલ) શ્રોતાઓને સવારે ૯ થી ૧ર તથા બપોરે ૩ થી ૬ કલાક સુધી કથાનું રસપાન કરાવશે. તદુપરાંત આ ભાગવત સપ્તાહ દરમિયાન લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ર૮-૪-ર૪ રાત્રીના ૯ કલાકે ગુજરાત સૌરાષ્ટ્રના ખ્યાતનામ ગાયિકા રશ્મીતાબેન રબારી તથા તા. ૩૦-૪-ર૪ ને રાત્રે ૯ કલાકે ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર હકાભા ગઢવી ઉપસ્થિત રહેશે. તમામ કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં પધારેલા ધર્મપ્રેમી જનતાને ઠુંગા પરિવાર દ્વારા જણાવાયું છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સચાણા મ્ના ભુવા મચ્છાભાઈ ખોડાભાઈ ઠુંગા, ઉકાભાઈ ઠુંગા, કમાભાઈ ઠુંગા, મચ્છાભાઈ ઠુંગા, કરણાભાઈ ઠુંગા, નાથાભાઈ ઠુંગા, મેણાભાઈ ઠુંગા વગેરનેના માર્ગદર્શન હેઠળ પરિવારના કાર્યકરમિત્રો હિતેશભાઈ ઠુંગા, ભાવેશભાઈ ઠુંગા, સામતભાઈ ઠુંગા, રઘુભાઈ ઠુંગા, લાલાભાઈ ઠુંગા, વિજયભાઈ ઠુંગા, રવાભાઈ ઠુંગા, બાવાભાઈ ઠુંગા, કાનાભાઈ ઠુંગા, ડાયાભાઈ ઠુંગા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial