Advertisement
Author: નોબત સમાચાર

ગાળો ભાંંડી ધમકી આપ્યાની વેવાઈ પક્ષોએ નોંધાવી સામસામી ફરિયાદ

એજ્યુકેશન લોન ખાઈ ગયાનું કહેવાતા મામલો બીચક્યોઃ

જામનગર તા. ૨૩: ખંભાળિયાની એક યુવતીના લગ્ન સુરતમાં કરવામાં આવ્યા પછી તેણીને ભણવા માટે કેનેડા મોકલવામાં આવી હતી. તે પછી બંને વેવાઈ પક્ષ વચ્ચે વિખવાદ થતાં ગાળો ભાંડી ધમકી અપાયાની સામસામી ફરિયાદ કરાઈ છે.

ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામના વતની અને હાલમાં સુરતમાં રહેતા લખુભાઈ ભીમાભાઈ ભાન નામના ગઢવી પ્રૌઢે ખંભાળિયામાં રહેતા ખીમાભાઈ ઉર્ફે ભોલાભાઈ જેસાભાઈ રૂડાચ તથા ભાડથર ગામના મેઘાભાઈ જેસાભાઈ રૂડાચ સામે ફોન પર ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

તેઓએ જણાવ્યા મુજબ ખીમાભાઈની પુત્રી સંબંધમાં લખુભાઈની પુત્રવધૂ થાય છે. તેણીને ભણવા માટે કેનેડા મોકલવામાં આવી છે. તે પછી ખીમાભાઈએ આ સંબંધ પૂરો કરી નાખવાની વાત કરતા અને તેમ ન કરવા લખુભાઈએ કહેતા તેઓને ગાળો ભાંડી ધમકી અપાયાનું જણાવાયું છે.

આ ફરિયાદની સામે ખીમાભાઈએ વળતી ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, તેઓએ પોતાની પુત્રીના લગ્ન લખુભાઈના પુત્ર કરણ સાથે કરાવ્યા પછી લોન મેળવી પોતાની પુત્રીને કેનેડા ભણવા મોકલી છે. તે લોનમાં ગેરેન્ટર તરીકે રહેલા ખીમાભાઈ તથા મેઘાભાઈ લોનના પૈસા ખાઈ ગયા છે તેમ કહેતા લખુભાઈને તેમ ન કહેવાનું કહેતા વેવાઈ લખુભાઈ અને જમાઈ કરણે ગાળો ભાંડી ધમકી આપી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh