Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલાવડ (શિતલા) તાલુકામાં આવેલા
જામનગર તા. ૨૩: કાલાવડ (શિતલા) તાલુકામાં આવેલા દાણીધાર ધામ, શ્રી નાથજીદાદાની જગ્યામાં સંત ઉપવાસીબાપુની ૧૮મી પુણ્યતિથિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી.
આ ઉજવણી અંતર્ગત સવારે પૂજન-અર્ચન તથા ત્યારપછી બધા મંદિરો તથા સમાધિ સ્થળે ૫૧ થાળી ધરવામાં આવ્યા હતાં. બપોરે યોજાયેલા મહાપ્રસાદનો લાભ બે હજાર જેટલા ભાવિકોએ લીધો હતો. ૫૦૦ નાની બાળાઓ માટે ગોયણી ભોજન રાખવામાં આવ્યું હતું.
જમણવારના મુખ્ય યજમાન તરીકે હરસુખભાઈ ઠુમ્મર (નપાણીયા ખીજડીયા, હાલ સુરત) એ લાભ લીધો હતો. ભોજનાલયમાં રોટલી બનાવવાના મશીનની ભેટ હરસુખભાઈના પુત્રી જાગૃતિબેન ધવલભાઈ લુણાગરીયા તરફથી આપવામાં આવી હતી. દાણીધાર ધામના મહંત સુખદેવજી બાપુના માર્ગદર્શન હેઠળ સંસ્થાના પ્રમુખ, ટ્રસ્ટીઓ, ભાવિકોએ ઉજવણીમાં સહભાગી થયા હતાં, તેમ ટ્રસ્ટી શિવુભા ભાટીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial