Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દારૂબંધી ભંગના નોંધાયા છે ચાર ગુન્હા
જામનગર તા. ૨૩: લાલપુર તાલુકાના દલતુંગી ગામના એક શખ્સ સામે દારૂબંધી ભંગના ચાર ગુન્હા નોંધાયેલા છે. તે શખ્સ સામે પાસાની દરખાસ્ત કરાતા તેને મંજૂરી અપાઈ હતી. આ શખ્સને અટકાયતમાં લઈ એલસીબીએ સુરત જેલમાં મોકલ્યો છે.
જામનગરના અસામાજિક તત્ત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ આપેલી સૂચનાના પગલે એલસીબી પીઆઈ વી.એમ. લગારીયા તથા લાલપુરના પીએસઆઈ એસ.પી. ગોહિલ દ્વારા લાલપુર તાલુકાના દલતુંગી ગામના માલાભાઈ હીરાભાઈ પંડત નામના શખ્સ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરાઈ હતી.
આ શખ્સ સામે દારૂબંધી ભંગના ચાર ગુન્હા નોંધાયેલા છે. તેની દરખાસ્તને મંજૂર કરવામાં આવતા એલસીબીએ માલાભાઈ પંડતની અટકાયત કરી તેને સુરતની લાજપોર જેલમાં ધકેલી દીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial