Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મગફળીના વેપારીએ ધંધામાં ખોટ જતાં મેળવ્યા હતા પૈસાઃ
જામનગર તા. ૨૩: જામનગરના બેડેશ્વરમાં મગફળીનો વ્યવસાય કરતા એક આસામીએ ધંધામાં ખોટ જતાં કુખ્યાત સાયચાબંધુ પાસેથી વ્યાજે પૈસા લીધા પછી આ શખ્સોએ ૬ ટકાથી ૧૫ ટકા જેટલું વ્યાજ વસૂલ્યા પછી પણ આ આસામીનું મકાન અને સ્કૂટર પડાવી લેતાં પોલીસમાં ચાર શખ્સ સામે ફરિયાદ કરાઈ છે.
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા અને મગફળીનું કામ કરતા ઈમરાન કાસમભાઈ અમીરાણી નામના આસામીને પોતાના ધંધામાં ખોટ જતાં તેઓએ જુદા જુદા સમયે એજાઝ ઉમર સાયચા પાસેથી બે તબક્કામાં રૃા.૪૯ લાખ હાથઉછીના લીધા હતા. જ્યારે મહેબુબ જુસબ સાયચા પાસેથી રૃા.૨૯ લાખ, જુસબ સુંભણીયા પાસેથી રૃા.૩૫ લાખ વ્યાજે લીધા હતા.
આ શખ્સોએ છ ટકાથી પંદર ટકા જેટલું વ્યાજ મેળવ્યું હતું. વ્યાજ ચૂકવવા છતાં વધુ રકમની માગણી કરી ઈમરાન અમીરાણીને હેરાન કરવામાં આવતા હતા. આ શખ્સોએ ઈમરાનભાઈનું મકાન તથા સ્કૂટર થોડા મહિનાઓ પહેલાં પડાવી લીધા હતા તેનાથી કંંટાળી જઈને છએક મહિના પહેલાં ઈમરાનભાઈ કાલાવડ રહેવા ચાલ્યા ગયા હતા.
ત્યારપછી ઈમરાનભાઈએ આ બાબતની સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંંધાવી છે. પોલીસે હનીફ જુસબ સુંભણીયા, હાજી જુસબ સુંભણીયા, એજાઝ ઉમર સાયચા, મહેબુબ જુસબ સાયચા સામે આઈપીસી ૩૮૬, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪, મનીલેન્ડર્સ એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો. આરોપીઓ પૈકીના હાજી જુસબ સુંભણીયા અને હનીફ જુસબ સુંભણીયાની ધરપકડ કરી જેલહવાલે કર્યાે છે. આરોપીઓ પૈકીના એજાઝ સાયચા તથા મહેબુબ સાયચા હાલમાં એડવોકેટની હત્યાના આરોપમાં જેલમાં છે તે બંનેનો ટ્રાન્સફર વોરંટથી કબજો લેવા તજવીજ કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial