Advertisement
Author: નોબત સમાચાર

જામનગર કસ્ટમ્સમાં સ્ટીંગ ઓપરેશન થયા પછી મહિલા સુપ્રિન્ટેન્ડેન્ટ અને એક ઈન્સ્પેકટર સસ્પેન્ડ

ગોલ્ડ એકસપોર્ટના સર્ટિ. બદલ ખંખેર્યા નાણા?: વીડિયો વાયરલ

જામનગર તા. ર૩: ભ્રષ્ટાચાર માટે કુખ્યાત ગણાતી જામનગરની કસ્ટમ ઓફિસમાં પૈસાની લેતી-દેતી સ્ટીંગ ઓપરેશન થયાનો વીડિયો વાયરલ થતા ચકચાર જાગી છે.

આ સમગ્ર પ્રકરણમાં કસ્ટમ કમિશનર દ્વારા એક સુપ્રિન્ટેન્ડેન્ટ અને એક ઈન્સ્પેકટરને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

સોનાના એકસ્પોર્ટ માટે કસ્ટમ પાસેથી વન ટાઈમ સર્ટિફિકેટ મેળવવાનું રહે છે. આથી એક વેપારી કસ્ટમ ઓફિસમાં આ પ્રકારનું સર્ટિ. મેળવવા જતા ત્યાં પૈસાની માંગણી કરવામાં આવી હતી. આ પછી એક મીડિયા દ્વારા સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

આ સમયે સર્ટિ. માટે તગડી રકમની માંગણી કરવામાં આવતા ઓફિસમાં જ ઈન્સ્પેકટરને હાથો હાથ પૈસા આપવામાં આવ્યા હતાં. જેના ભાવતાલ મુદ્દે અગાઉ મહિલા સુપ્રિન્ટેન્ડેન્ટ સાથે વાતચિત કરવામાં આવી હતી.

આખરે ભ્રષ્ટાચારનો વીડિયો વાઈરલ થતા કસ્ટમ વિભાગમાં ચકચાર જાગી છે અને એક મહિલા સુપ્રિ. તેમજ એક ઇન્સ્પેકટરને કસ્ટમ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh