Advertisement
Author: નોબત સમાચાર

'છોટીકાશી' માં હનુમાન જયંતિ પર હનુમાન મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

પ્રાચીન - પ્રસિદ્ધ હનુમાન મંદિરો સહિત ડેરીઓમાં પણ ધર્મોત્સવ

'છોટીકાશી' કહેવાતા જામનગરમાં આજે હનુમાન જયંતિની ઉજવણી નિમિતે નગરનાં વિવિધ હનુમાન મંદિરોમાં ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અતિપ્રાચીન શ્રી દાંડીયા હનુમાન મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી હતી અહીં ભક્તોને કેળાનાં ફળ સહિતનાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. તળાવની પાળે આવેલ વિશ્વ પ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિરે રામધૂનની ગૂંજમાં હનુમાન ઉપાસના માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતાં. ડી.કે.વી. સર્કલ પાસે શ્રી સૂર્યમુખી હનુમાન મંદિરે પણ યજ્ઞ અને બટુક ભોજન સહિતનાં કાર્યક્રમ યોજાયા હતાં. નગરનાં વિવિધ પ્રસિદ્ધ-પ્રાચીન મંદિરો તેમજ  શેરી-ગલીઓમાં પણ આવેલ હનુમાનજીની ડેરીઓમાં પણ  હનુમાન ચાલીસાનાં પાઠ, સુંદરકાંડ પાઠ વગેરે ધર્મકાર્યો તથા વાડીઓમાં બટુક ભોજનનાં કાર્યક્રમો યોજી ધર્મોત્સવ ઉજવાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh