Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મલેશિયામાં બનેલી ઘટનાનો વીડિયો વાયરલ
નવી દિલ્હી તા. ર૩: મલેશિયામાં બે સૈન્ય હેલિકોપ્ટરની હવામાં જોરદાર ટક્કર થતાં ૧૦ ક્રૂ મેમ્બરના મોત થયા હતાં, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
મલેશિયામાં રોયલ મલેશિયન નૌકાદળના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન બે સૈન્ય હેલિકોપ્ટરની હવામાં જ ટક્કર થતાં ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં દસ લોકોના મોતના આહેવાલ મળી રહ્યા છે.
આ રિહર્સલ લુમુતના રોયલ મલેશિયન નૌકાદળ સ્ટેડિયમમાં થઈ રહ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હેલિકોપ્ટર બીજા હેલિકોપ્ટર સાથે ક્રેશ થતા જોઈ શકાય છે. આ બે હેલિકોપ્ટર ફેન્નેસ એમપ૦ર-૬ અને એચઓએમ એમપ૦૩-૩ હતાં. પહેલું હેલિકોન્ટર ક્રેશ થઈને સ્ટેડિયમની સીડીઓ પર પડ્યું જ્યારે બીજું સ્વિમિંગ પુલમાં પડ્યું હતું.
નૌકાદળે આ ઘટનામાં દસ લોકોના મોતની પુષ્ટિ કરી છે. અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકો હેલિકોપ્ટરના ક્રૂ મેમ્બર હતાં. આ ઘટના સ્થાનિક સમય અનુસાર આજે સવારે ૯-૩ર વાગ્યે બની હતી.
ઉલ્લેખનિય છે કે, ગયા વર્ષે મલેશિયામાં ઈમરજન્સી લેન્ડીંગ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જો કે એ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial