Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળિયાના પ્રૌઢે સોનામાં વધેલા ભાવથી ભીંસમાં આવી જતા કર્યું વિષપાન

મૃતકના પુત્રએ પોલીસ સમક્ષ આપ્યું નિવેદનઃ

જામનગર તા. ૨૩: ખંભાળિયાના જાણીતા સોની પરિવારના એક વ્યક્તિએ ગયા મંગળવારે વિષપાન કરી લીધા પછી તેઓનું સારવારમાં મૃત્યુ થયું હતું. પોલીસને તેમના પુત્રએ જાણ કરી છે. સોનામાં થયેલા ભાવવધારાના કારણે તેમના પિતા આર્થિક સંકળામણમાં આવી ગયા હોવાનું અને તેના કારણે તેઓએ વિષપાન કર્યાનું પોલીસમાં જણાવવામાં આવ્યું છે.

ખંભાળિયાના કલ્યાણ બાગ વિસ્તારમાં રહેતા નીતિનભાઈ વ્રજલાલ ગુસાણી નામના ૫૮ વર્ષના સોની પ્રૌઢે ગઈ તા.૧૬ની બપોરે પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. ખંભાળિયાના જાણીતા સોની પરિવારના નીતિનભાઈને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજતા સોની સમાજમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. બનાવની પોલીસને જાણ કરાઈ હતી.

ખંભાળિયા પોલીસે મૃતક સોની પ્રૌઢના પુત્ર કરણભાઈનું નિવેદન નોંધ્યું છે. તેઓએ સોનાના ભાવમાં આવેલા અચાનક વધારાથી તેમના પિતા આર્થિક સંકળામણમાં આવી ગયા હોવાનું જણાવ્યું છે. પોલીસે નિવેદન પરથી તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh