Advertisement
Author: નોબત સમાચાર

મહિલા નગરસેવિકાના પતિએ હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી પરત ખેંચી

ખંડણી માંગવા તથા ધમકી આપવાના કેસમાં

જામનગર તા. ૨૩: જામ્યુકોમાં સિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અધિકારીને ધમકી આપી ખંડણીની માગણી કરવાના આક્ષેપમાં સંડોવાયેલા પૂર્વ નગરસેવક અને વર્તમાન મહિલા નગરસેવકના પતિએ હાઈકોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. તે અરજી પરત ખેંચી લેવાઈ છે. પોલીસે આરોપીની ધરપકડ માટે તજવીજ તેજ બનાવી છે.

જામનગર મહાનગર ૫ાલિકામાં સિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ભાવેશ એન. જાનીએ પોતાની ઓફિસમાં ઘૂસી વોર્ડ નં.૧ના મ મહિલા નગરસેવિકાના પતિ તેજસી ઉર્ફે દીપુ વાલજીભાઈ પારીયાએ વાણી વિલાસ કરી વોર્ડ નં.૭ની ઈમ્પેક્ટ ફાઈલ કેમ મંજૂર કરતા નથી, તમારી હત્યા કરાવી નાખીશ, દર મહિને રૃા.૧ લાખ ખંડણી પેટે નહીં આપો તો નોકરી નહીં કરવા દઉં તેવી ધમકી આપતા ભાવેશ જાનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ગુન્હામાં પોલીસે આરોપીની શોધ શરૂ કરી હતી. તે દરમિયાન આરોપી દીપુ પારીયાએ જામનગરની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. તે અરજી નામંજૂર થતાં આરોપીએ હાઈકોર્ટમાં આગોતરા જામીન માંગ્યા હતા. તેની સામે પૂર્વ ડીજીપી અને મૂળ ફરિયાદીના વકીલ દિનેશભાઈ વિરાણી, પ્રેમલ રાચ્છ, મોહસીન ગોરી, જયદીપ મોલીયા, સિદ્ધાર્થ સાપરીયાએ દલીલો શરૂ કરી હતી. આ આરોપીએ પોતાની અરજી પરત લઈ લીધી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh