Advertisement
Author: નોબત સમાચાર

શેરબજારમાં તેજીઃ સેન્સેક્સે વટાવી ૭૪ હજારની સપાટીઃ નિફ્ટીમાં પણ ઉછાળો

ઈઝરાયેલ-ઈરાનના યુદ્ધની અસરો ઘટીઃ

મુંબઈ તા. ર૩: શેરબજાર આજે ફરી તેજીમાં જણાય છે. સેન્સેક્સે છ દિવસ પછી ફરી પાછી ૭૪ હજારની સપાટી ક્રોસ કરી છે, જ્યારે નિફ્ટી પણ રર,પ૦૦ તરફ આગળ વધ્યો છે.

વૈશ્વિક સ્તરે પડકારો ઘટતા તેમજ કોર્પોરેટ પરિણામોની સિઝનમાં મજબૂત પ્રદર્શનોના પગલે ભારતીય શેરબજારો સુધારા સાથે આગળ વધી રહ્યા છે. સ્ટોક સ્પેસિફિક તેજીના પગલે સેન્સેક્સે છ ટ્રેડિંગ સેશન પછી ફરી પાછી ૭૪ હજારની સપાટી ક્રોસ કરી છે. ઉલ્લેખનિય છે, લોકસભા ચૂંટણી જિઓ-પોલિટિકલ અનિશ્ચિતતાઓના માહોલમાં રોકાણકારોને સાવચેતી સાથે રોકાણ કરવા નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.

સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં ખૂલતા રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો છે. અગાઉ ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધની અસર શેરબજાર પર જોવા મળી હતી અને સતત શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

બીએસઈનો સેન્સેક્સ ર૯૧.૪૩ પોઈન્ટ અથવા ૦.૪૦ ટકાના વધારા સાથે ૭૩,૯૪૦.૦પ પર ખૂલ્યો હતો અને એનએસઈનો નિફ્ટી ૮ર.૮પ પોઈન્ટ અથવા ૦.૩૭ ટકાના વધારા સાથે રર,૪૧૯.રપ પર ખૂલ્યો હતો.

બીએસઈનું માર્કેટ કેપિટલાઈઝેશન રૃા. ૩૯૯.૪૪ લાખ કરોડ થયું છે અને તેમાં વધારો જોવા મળી રહ્યો છે, જે તેને રૃા. ૪૦૦ લાખ કરોડની નજીક લાવે છે. અત્યારે બીએસઈ પર ર૯૬૬ શેરનો વેપાર થઈ રહ્યો છે, જેમાંથી ર૦૪૦ શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. ૮ર૮ શેર એવા છે જે ઘટાડા માટે ટ્રેડ થઈ રહ્યા છે અને ૯૮ શેર કોઈ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યા છે.

બીએસઈ સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ર, શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને ૬ શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વધતા શેરોમાં ભારતી એરટેલ ૧.૭૩ ટકા અને એચસીએલ ટેક ૧.૩૭ ટકા ઉપર છે. આ સિવાય એનટીપીસી, બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા બેંક અને ટાઈટનના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ઘટતા શેરોમાં એલએન્ડટી, પાવર ગ્રીડ, એક્સિસ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક અને ઈન્ડસઈન્ડ બેંકનો સમાવેશ થાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh