Advertisement
Author: નોબત સમાચાર

લોકસભાની સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર જીતી જતા કોંગ્રેસે ચૂંટણીપંચને કરી ફરિયાદ

કોંગ્રેસનું ફોર્મ રદ-બાકીનાએ ફોર્મ પરત ખેંચી લેતા

નવી દિલ્હી તા. ૨૩: સુરતની લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરિફ જીત્યા તેની સામે કોંગ્રેસે ચૂંટણીપંચને ફરિયાદ કરી છે.

સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરિફ જીત હાલમાં વિવાદમાં છે. સુરતમાં બે દિવસ ચાલેલા હાઈવોલ્ટેજ ડ્રામા પછી ગઈકાલે લોકસભામાં ભાજપે પહેલી જીત નોંધાવી હતી. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને લઈને ભાજપે વાંધા અરજી દાખલ કરી હતી. ત્યારપછી સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્ થયું હતું. સુરતમાં લોકસભા બેઠક પર કોંગ્રેસના લોકસભા ઉમેદવારનું ફોર્મ રદ્ થયા પછી બાકીના ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લેતા મુકેશ દલાલ બિનહરિફ ચૂંટાયા હતાં. હવે કોંગ્રેસે આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.

કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, મુકેશ દલાલને અયોગ્ય પ્રભાવથી વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે માગ કરી છે કે આ બેઠક પર નવેસરથી ચૂંટણી થવી જોઈએ. પાર્ટીએ દાવો કર્યો છે કે ભાજપ કારોબારી સમુદાયથી ડરી ગઈ છે જેના કારણે તેણે સુરત લોકસભા બેઠક પર મેચ ફિક્સિંગનો પ્રયાસ કર્યો છે.

કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે વડાપ્રધાન મોદીના અન્યાય કાળમાં લઘુ, એમએસએમઈ અને વેપારી સમુદાય પરેશાન છે. તેમના ગુસ્સાએ ભાજપને એટલું ડરાવી દીધું કે, તેમણે સુરત લોકસભા બેઠક પર મેચ ફિક્સિંગ કરી, આપણી ચૂંટણીઓ, લકશાહી, બબાસાહેબ આંબેડકરનું બંધારણ બધું જ ખતરામાં છે. આ અમારા જીવનની સૌથી મહત્ત્વપૂર્ણ ચૂંટણી છે.

કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો સાથે મુલાકાત કરી માગ કરી છે કે, સુરતમાં ફરીથી ચૂંટણી પ્રક્રિયા કરાવવામાં આવે. સંઘવીએ ચૂંટણી કમિશનરો સાથે મુલાકાત કર્યા પછી કહ્યું કે અમે ચૂંટણી પંચને વિનંતી કરી છે કે, સુરત બેઠક પરની ચૂંટણીને સ્થગિત કરવામાં આવે અને શક્ય તેટલી વહેલી તકે ફરીથી ચૂંટણી યોજવામાં આવે જેથી એક સ્પષ્ટ સંદેશ જાય કે તમે ખોટો પ્રભાવ ઊભો કરીને ફાયદો ઊઠાવી શકતા નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh