Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૧૧ કુંડીયજ્ઞ, પપપ હવન, ૧૧ નીલ પરણાવવાની સાથે ર૧ હજાર પીંડદાનઃ
ખંભાળીયા તા. ર૩: ૧૧૧ કુંડી પંચબલી યજ્ઞ અને પપપ હવન સાથે ખંભાળીયાના મોવાણ ગામે સમર્થધામમાં ગોજીયા (આહિર) સમસ્ત પરિવાર દ્વારા ભવ્ય પંચબલી યજ્ઞ યોજાયો હતો.
સમગ્ર ભારત વર્ષમાં આદિકાળથી ચાર યુગમાં માત્ર એક જ વખત થયેલ પંચબલી મહાયજ્ઞનું આયોજન સમસ્ત ગોજીયા (આહિર) પરિવાર દ્વારા ખંભાળીયા તાલુકાના મોવાણા ગામે કરવામાં આવતા હજારો લોકો ગોજીયા પરિવારજનો તથા દર્શનાર્થીઓ ઉમટ્યા હતાં.
વેદ અનુસાર પાંચ પ્રકારના યજ્ઞ હોય છે. બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, વૈશ્વદેવ યજ્ઞ તથા અતિથિ યજ્ઞ પણ મોવાણામાં અનોખો પંચબલિ મહાયજ્ઞ થયો હતો જે ચાર યુગમાં એક જ વખત થયો તે પછી હવે થયો.
મોવાણા ગામ પાસે ૩૩૦૦ કરોડ દેવતા જયાં બિરાજમાન થયેલા તે સમર્થધામમાં રાજાધીરાજ દ્વારકાધીશ કુળદેવી ચામુંડા માતાજી તથા સમર્થ પીરની પ્રેરણાથી સમસ્ત ગોજીયા (આહિર) પરિવાર દ્વારા સમસ્ત પિતૃઓની સદ્ગતિ માટે ૧૧૧ કુંડી પંચબલિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૧૭-૪ થી તા. ર૧-૪ સુધી સમર્થધામમાં થયેલા આ ભવ્ય મહાન આયોજનમાં પંચમહાબલી યજ્ઞની સાથે ૧૧૧ પ્રેતબલિ, ૧૧૧ નાગબલી, ૧૧૧ નારાયણબલી તથા ૧૧૧ નિલોસર્ગ સાથે ૧૧ જોડી વાછરડાને પરણાવવામાં આવ્યા હતાં.
૧૭-૪ ના પ્રેતબલી, ૧૮-૪ ના નાગબલી, ૧૯-૪ના ભૂતબલી, ર૦-૪ ના નારાયણબલી તથા ર૧-૪ ના નિલોત્સવયજ્ઞ લીલ પરણાવાઈ હતી. તા. ૧૮-૪ ના આહિરાણી મહારાસ યોજાયો હતો. જેમાં જુલીબેન ગોજીયા, અર્જુન આહિર તથા હિનાબેન આહિરનો કાર્યક્રમ તથા ર૧-૪ ના ભવ્ય લોકડાયરો યોજાયો હતો. જેમાં માયાભાઈ આહિર, બીરજુ બારોટ, વજુભાઈ ગોજીયા વિગેરે જોડાયા હતાં.
શાસ્ત્રી શ્રી મહેશભાઈ લાબડીયાના માર્ગદર્શન હેઠળ પપપ હવન તથા નિલોદ્ધાર કાર્યક્રમ તથા તમામ પાંચ પ્રકારના યજ્ઞો યોજાયા હતા જેનો લાભ હજારો ભાવિકોએ લીધો હતો તથા વૈદિક ક્રિયાઓથી સમસ્ત વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું.
ચાર યુગમાં બીજી વખત થયેલ આ ગોજીયા (આહિર) પરિવારના પંચબલી યજ્ઞએ રેકોર્ડ સર્જયા હતા એક જ સ્થળે હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં પપપ હવન તથા ૧૧ નીલ ૫રણાવવાની સાથે ઉપસ્થિત ભાવિકો દ્વારા ર૧ હજાર પીંડદાન સામૂહિક રીતે કરવામાં આવ્યા હતા જે વિશ્વ રેકોર્ડ થયો હતો.
તા. ૧૭-૪ થી ર૧-૪ પાંચ દિવસ ગોજીયા પરિવારના આ પંચબલી મહાયજ્ઞમાં શાસ્ત્રી મહેશભાઈ લાબડીયાની આગેવાનીમાં ૧૩૧ ભૂદેવો યજ્ઞકાર્યમાં જોડાયા હતા જેમણે ૧૮-૧૮ કલાક પૂજા યજ્ઞ વિધિ કરાવી હતી તો અનેક ભૂદેવો તથા ભાવિકોના ઉદગાર નીકળી ગયા હતા કે અમારી જિંદગીમાં આવડો હવન જોયો નથી!! રોજ પ્રસાદી માટે પણ હજારો ભાવિકો જોડાતા હતા તથા ઐતિહાસિક આ યજ્ઞએ ખંભાળીયાના મોવાણાને વિશ્વ પ્રસિદ્ધ કરી દીધું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial