Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમગ્ર હાલારમાં કરશે પરિભ્રમણઃ ઘેર-ઘેર જઈને ભાજપને ઘરભેગુ કરવાના સંદેશ સાથે સત્યાગ્રહઃ
જામનગર તા. ર૩: સમગ્ર ગુજરાતમાં ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા લડત પાર્ટ-ર ના મંડાણ કરી દેવામાં આવ્યા છે.
જામનગરમાં રાજપૂત સમાજના ભવનમાં ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ હતી જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ મતદાનના દિવસ સુધી ક્ષત્રિય સમાજ કેવી રીતે લડત-આંદોલન-વિરોધ પ્રદર્શન કરશે તેની રણનીતિની જાહેરાત કરી હતી.
તેમના જણાવ્યા પ્રમાણે દરેક તાલુકા/જિલ્લામાં ક્ષત્રિય સમાજની બહેનો દરરોજ પ્રતીક ઉપવાસ આંદોલન કરી વિરોધ પ્રદર્શન કરશે.
ક્ષત્રિય સમાજ દ્વારા બુથ લેવલના કાર્યકરોની રચના કરી ઘરે-ઘરે જઈને ભાજપના ઉમેદવાર વિરૂદ્ધ મતદાન કરવા મતદારોને, અન્ય સમાજના લોકોને સમજાવવામાં આવશે.
આ આગેવાનોએ ખૂબ જ વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે અમારો ક્ષત્રિય સમાજ ભાજપ વિરૂદ્ધ ૧૦૦ ટકા મતદાન કરશે.
આવતીકાલ તા. ર૪ એપ્રિલે દ્વારકાથી ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા રથનો આરંભ થશે જે હાલારના બન્ને જિલ્લામાં પરિભ્રમણ કરી લોકો સમક્ષ ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા પ્રચાર કરાશે. તા. ૧ લી મેના દિવસે જામનગર શહેરના દરેક વોર્ડમાં આ અસ્મિતા રથ ફરશે.
આ આગેવાનોએ જણાવ્યું હતું કે, અમારા આંદોલનમાં અમારા ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓ વિરોધ પ્રદર્શનમાં ઉગ્ર રોષ સાથે રસ્તા પર આવી ગઈ છે. આ બહેનો-દીકરીઓએ સમગ્ર ક્ષત્રિય સમાજને એક થઈ લડતને વધુ અસરકારક બનાવવા પ્રેરણા આપી છે.
આ બેઠકમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો અને ખાસ કરીને યુવાનો ઉમટી પડ્યા હતાં.
ક્ષત્રિય આગેવાનોએ ખૂબ જ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમારૃં આંદોલન એક સત્યાગ્રહ છે, જેમાં સંપૂર્ણપણે લોકશાહી ઢબે, કાયદા, નિયમો, ચૂંટણી પંચના નિયમોનું પાલન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ક્ષત્રિય સમાજના યુવાનોને ગુસ્સો નહીં કરવા, ઉગ્રતા નહીં દેખાડવા શાંતિથી લડત ચલાવવા અપીલ કરી હતી.
આ તકે રાજપૂત સમાજના વડીલ માર્ગદર્શક ગોવુભા જાડેજા, આક્રમક નેતા પી.ટી. જાડેજા સહિતના આગેવાનોએ ઉદ્બોધન કર્યું હતું. આગામી તા. ર ના દિને ખીજડિયા બાયપાસ ચોકડી પાસે ક્ષત્રિય સમાજ દ્વારા નારી શક્તિ સન્માનના શીર્ષક હેઠળ પણ સંમેલન યોજાશે.
કાનૂની કાર્યવાહી માટે વકીલો આપશે માનદ્ સેવા
જામનગરમાં મળેલી બેઠકમાં મોટી સંખ્યામાં વકીલો પણ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ જણાવ્યા મુજબ રાજપૂત સમાજની લડત દરમિયાન કોઈ સામે કેસ ઊભા થાય તો ૩૦ થી ૪૦ વકીલોની પેનલ સમાજ માટે માનદ્ ધોરણે કાનૂની સેવા આપશે, તેમ નક્કી કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial