Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટાબરિયા મોટર ચલાવતા હોવાનું ખૂલ્યું: માંસના લોચા રોડ પર ઉડ્યાઃ
ખંભાળિયા તા. ૨૩: ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર હંસ્થળ ગામના પાટિયા પાસે આજે સવારે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં બારા ગામના યુવાનનું ચગદાઈ જવાથી મૃત્યુ નિપજ્યું છે. આ યુવાન ભારતીય સેનામાં પસંદગી પામ્યા પછી આજે સવારે નોકરી પર હાજર થવા માટે પોતાના ભાઈ સાથે નીકળ્યો હતો અને વાહનની રાહ જોતી વખતે તેને કાળ આંબી ગયો હતો. મૃતકને ઠોકરે ચઢાવનાર મોટર કેટલાક ટાબરીયા મોટર ભાડે લાવ્યાનું પ્રાથમિક તબક્કે ખૂલ્યું છે. કેટલાક ટાબરીયાની અટકાયત કરી છે. અકસ્માત પછી મોટર ગોથું મારી ગઈ હતી. સ્થળ પર મૃતકના શરીરમાંથી માંસ ઉડતા અરેરાટી પ્રસરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકાના બારા ગામમાં રહેતા બ્રિજરાજસિંહ પ્રવીણસિંહ સોઢા (ઉ.વ.૨૦) નામના યુવાન મિલીટરીમાં સિલેક્ટ થતા આ યુવાનનો પરિવાર હર્ષિત બન્યો હતો. યુવાનીમાં ડગ માંડતી વેળાએ જ દેશની સેનામાં બ્રિજરાજસિંહને નોકરી મળતા તેને આજે તમામ કાગળો સાથે રાખી રાજકોટમાં હાજર થવાનો હુકમ મળ્યો હતો. તે હુકમ મળતા બ્રિજરાજસિંંહ આજથી નોકરી પર હાજર થવા ડોક્યુમેન્ટ સાથે રાખી રાજકોટ જવા માટે આજે સવારે પોતાના ભાઈ સાથે બારા ગામથી નીકળ્યા હતા.
બંને ભાઈએ ખંભાળિયાના હંસ્થળ ગામના પાટિયા પાસે ઉભા રહી વાહનની રાહ જોવાનું નક્કી કરી તે તરફ પ્રયાણ કર્યું હતું. હંસ્થળ ગામના પાટિયા પાસે પહોંચી આ યુવાનો ત્યાં ઉભો હતો ત્યારે ધસમસતી આવેલી સ્વીફ્ટ કારે બ્રિજરાજસિંહને ઠોકર મારતા ગંભીર ઈજા પામેલા તેઓનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું.
આ અકસ્માતની તિવ્રતા એટલી હતી કે મોટરની ટક્કર વાગ્યા પછી તે યુવાનને હડફેટે લીધા પછી તેને ૫૦થી ૬૦ ફૂટ જેટલો રોડ પર ઢસડી મોટર પર મોટર પણ ગોથું મારી ગઈ હતી. મોટરની ઠોકરથી આ યુવાનનું શરીર છુંદાઈ ગયું હતું અને કેટલાક ટૂકડા થઈ ગયા હતા, જ્યારે માંસના લોચા ઉડીને રોડ પાસે આવેલી વાડમાં ચોંટી ગયા હતા.
બનાવ વેળાએ ત્યાં હાજર લોકો દોડી આવ્યા હતા. કોઈએ પોલીસ તથા ૧૦૮ને જાણ કરી હતી. ખંભાળિયાથી પીઆઈ બી.જે. સરવૈયા તથા પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ રવાના થયા હતા. સ્થળ પર પહોંચેલી પોલીસે મોટરમાંથી બે-ત્રણ ટાબરીયાને અટકાયતમાં લીધા છે. હાલમાં ખૂલેલી પ્રાથમિક વિગત મુજબ ટાબરીયાઓએ મોટર ચલાવવાનો શોખ પુરો કરવા રાજકોટથી કોઈનું ડ્રાઈવીંગ લાયસન્સ રજૂ કરી મોટર ભાડે મેળવી હતી અને રાજકોટથી આ ટાબરીયા ફૂલ સ્પીડમાં આજે સવારે હંસ્થળ ગામના પાટિયા પાસેથી નીકળ્યા ત્યારે મોટર ચલાવતા વ્યક્તિએ સ્ટીયરીંગ પરનો કાબુ ગૂમાવતા આ ગંભીર ઘટના બની હતી.
બારા ગામના રાજપૂત યુવાન મિલીટરીમાં હાજર થવા માટે નીકળ્યા પછી તેમનું આવી રીતે આકસ્મિક મૃત્યુ નિપજતા તેમનો પરિવાર આઘાતમાં ગરકાવ થઈ ગયો છે. સમગ્ર બારા ગામમાં શોક પ્રસર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial